તાપી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન પૂરજોશમાં

Contact News Publisher

વિવિધ ગામોમાં નાગરિકોને મતદાન અંગે સમજૂત કરી મતદાનના શપથ લેવડાવાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૩૦ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવનાર આગામી લોકસભાની સામાન્ય ચુટણી માટે લોકો મતદાન માટે જાગૃત થાય અને દરેક બુથમાં વધુ ને વધુ મતદાન થાય માટે SVEEP અંતર્ગત અનેક કાર્યક્રમાં યોજવામાં આવી રહ્યા છે.
ત્યારે આજરોજ વ્યારા તાલુકાના ધાટ ગામમાં આંગણવાડી ખાતે પોસ્ટરોના પ્રદર્શન દ્વારા ગામની મહિલાઓને મતદાન કરવા જાગૃત કરવામાં આવી હતી. ચિખલદા ગામમાં આંગણવાડી ખાતે ગ્રામજનોને “તમારા કીમતી મતનો ઉપયોગ અવશ્ય કરો, ચાલો સૌ મતદાન કરો”ના સંદેશ દ્વારા ફરજિયાત મતદાન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

નિઝર તાલુકાના વલ્દા ટાકી ગામે મતદાન જાગૃતિ પોલીસ સ્ટેશન ખાતે અને ટી-સ્ટોલ ખાતે ઉપસ્થિત લોકોને મતદાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. ઉચ્ચલ તાલુકાના સસા ગામ ખાતે ગ્રામજનોએ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનું ચૂકશો નહિ”ના સંદેશ થકી ગામના લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા.અને સૌને મતદાન કરવા બુથ પર લઇ જઈશું એવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કુકરમુંડામાં શાકભાજી માર્કેટમાં લોકોને ફરજિયાત મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ ખાતે SVEEP ACTIVITY અંતર્ગત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવી દરેક મતદારે બૂથ પર જઇ મતદાન કરે અને કરાવે તા 100% મતદાન થઈ શકે એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા આવ્યા હતા.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other