નર્મદા જિલ્લામાંથી કોરોના વાયરસનો પોઝિટિવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામના ૧૮ સભ્યોને કોરોન્ટાઈન કરાયા
નર્મદા અને સુરત જિલ્લાની બોર્ડર સીલ કરાઈ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા નર્મદા જિલ્લાના ભૂત બેડા ગામેથી કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી આવતા આ દદી ના સંપર્ક માં આવેલા ઉમરપાડા તાલુકાના ચારણી ગામના 18 જેટલા લોકોને હોમ કોરોનટાઈન કરવા અને સેમ્પલ લેવા માટે આરોગ્ય વિભાગ અને સરકારી વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું અને હાલ ચારણી ગામમાં તકેદારીના તમામ પગલા તંત્ર દ્વારા ભરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભૂત બેડા ગામની એક મહિલાએ જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નાસિક નજીકના ઝાલોદ ગામેથી સુરત તારીખ 14 મી ના રોજ આવી હતી ત્યારબાદ સુરત. કોસંબા જય ઉમરપાડા તાલુકામાં થી પોતાના વતન માં ભૂત બેડા ગામે જઇ રહી હતી આ સમયે ઉમરપાડાના સાદડા પાણી ગામ નજીક આ મહિલા ચાલતી પસાર થઇ રહી હતી જેથી ચારણી ગામના નવનીતભાઈ બાલુભાઈ વસાવા આ રસ્તેથી પોતાની મોટરસાયકલ લઈ પસાર થતા હતા ત્યારે આ મહિલા એ મદદ માંગી હતી અને ભૂત બેડા ગામ સુધી છોડી જવાનું કહેતા નવનીત ભાઈ આ મહિલાને ભૂત બેડા ગામ સુધી મૂકી આવ્યા હતા ત્યારબાદ નર્મદા જિલ્લા માં બહારથી આવેલા લોકોને સર્વે આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા હોવાથી આ મહિલા ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં તારીખ 15 મી ના રોજ નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગે ભૂત બેડા ગામની મહિલાને કોરોના પોજેટીવ જાહેર કરતા તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા ચારણી ગામના નવનીતભાઈ વસાવા સંપર્કમાં આવ્યા હોવાનું બહાર બહાર આવ્યું હતું તેમજ ચારણી ગામના સરપંચ અરવિંદભાઈ વસાવાને બાજુના નર્મદા જિલ્લાના તાબડા ગામના સરપંચ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં ચારણી ગામના નવનીતભાઈ નામના વ્યક્તિ આવ્યા હોવાનું જાણવા મળતા તેમણે સરકારી તંત્રને આરોગ્ય વિભાગ ને જાણ કરી હતી ત્યારબાદ મેડિકલ ટીમ ચારણી ગામે દોડી આવી હતી અને સંપર્ક માં આવેલ એક વ્યક્તિ અને આજુબાજુના ત્રણ પરિવારના કુલ ૧૮ સભ્યોને હોમ કવોરોન્ટાઈંન કરવામાં આવ્યા હતા તેમજ તકેદારીના તમામ પગલાં સરકારી તંત્ર દ્વારા ભરવામાં આવ્યા હતા બાજુના ગામમાં કોરોના પોઝીટીવ કેસ મળતા કેવડીનું બજાર તારીખ 26 સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપરના એકદમ બાજુના ગામમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવતા કેવડી ગામના સરપંચ અને વેપારી મંડળ અને પોલીસ તંત્ર દ્વારા કેવડી ગામના બજારને તારીખ 26 મી સુધી સદંતર લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના લોકોની વધુ અવરજવર આ વેપારી મથકના ગામમાં રહેતી હોવાથી સવારે બે કલાક બજાર ખુલ્લું રહેતું હતું તે પણ બંધ રાખવાનો નિર્ણય થયો છે સાથે પોલીસ દ્વારા નર્મદા અને સુરત જિલ્લાની બોડર સીલ કરવામાં આવી છે.