સોનગઢના દોણ ગામના બુટલેગર ભીમસીંગભાઇ ઉર્ફે ગિમ્બીયા ગામીતની પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી તાપી જીલ્લા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી, રાહુલ પટેલ સાહેબશ્રી (આઈ.પી.એસ.) પોલીસ અધિક્ષક, તાપીએ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ના ૧૭૨ નિઝર સાંસદીય મત વિસ્તાર અને તાપી વિધાનસભા વિસ્તારમાં ચુટણી ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ઉપર નિયંત્રણ રાખવા તેમજ આદર્શ આચાર સંહિતા જાળવવા તેમજ દારુના ગેરકાયદેસર સંગ્રહ, હેરાફેરી અને વેચાણ ઉપર નિયંત્રણ માટે અસામાજીક પ્રવુતિ કરતા લોકોને અટકાયત કરવા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હતી. શ્રી આઈ.એન. પરમાર સાહેબશ્રી નાયબ પોલીસ અધિક્ષક, નિઝરએ (૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૦૯૯૯/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫એઇ, ૮૧, ૧૧૬(બી),૯૮(૨) મુજબ તથા (૨) સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૧૫૪/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(ઇ), ૮૧, ૮૩ મુજબ તથા (૩) સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૫૩૨/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫એઇ, ૮૧, ૮૩ ૯૨(૨), ૧૧૬(૨) મુજબના ગુનાનો આરોપી ભીમસીંગભાઇ ઉર્ફે ગિમ્બીયા શરાદીયાભાઇ ગામીત, રહે-દોણ ગામ, દાદરી ફળીયું, તા-સોનગઢ, જી-તાપી હ અવાર નવાર પ્રોહી ગુના કરી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪મા અસામાજીક પવ્રુતિ કરે તેવી સંભાવના હોય તેના વિરુધ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયત માટે દરખાસ્ત કરવા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપતા સોનગઢ પોલીસ ઈન્સપેકટર ડી.એસ.ગોહીલશ્રી તેમજ તાપી જીલ્લા એલ.સી.બી. એન.જી. પાંચાણી પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રીએ પ્રોહી બુટલેગર ભીમસીંગભાઇ ઉર્ફે ગિમ્બીયા શરાદીયાભાઇ ગામીત, રહે-દોણ ગામ, દાદરી ફળીયું, તા-સોનગઢ, જી-તાપી વિરુધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી. મે.કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી તાપી વ્યારા તરફ દરખાસ્ત મોકલતા દરખાસ્ત મંજુર થઈ આવતા ભીમસીંગભાઇ ઉર્ફે ગિમ્બીયા શરાદીયાભાઇ ગામીત, રહે-દોણ ગામ, દાદરી ફળીયું, તા-સોનગઢ, જી-તાપી ની હુકમના આધારે તા-૨૪/૦૪/૨૦૨૪ ના રોજ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ જીલ્લો કચ્છ ભુજ ખાતે કૈદ રહેવા મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આરોપીનો ગુનાહીત ઈતિહાસ

१. સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૦૯૯૯/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫એઇ,૮૧, ૧૧૬(બી),૯૮(૨) મુજબ

૨. સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૧૫૪/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(ઇ), ૮૧,૮૩ મુજબ

3. સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૫૩૨/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫એઇ, ૮૧,૮૩ ૯૨(૨),૧૧૬(૨) મુજબ

પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ની વિગત.

1. પો.ઈન્સ. ડી.એસ. ગોહીલ. સોનગઢ પો.સ્ટે.

2. પો.સબ.ઈન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી

3.  ASI રૂમસિંગભાઈ નાનીયાભાઈ, સોનગઢ પો.સ્ટે.

4. ASI જગદીશભાઈ જોરારામભાઈ, એલ.સી.બી. તાપી

5. યુએચસી જયેશભાઈ લિલકીયાભાઈ, એલ.સી.બી. તાપી

6. યુએચસી અનિરુધ્ધસિંહ દેવસિંહ, એલ.સી.બી. તાપી

7. એપીસી ભેરાભાઈ ચાપાભાઈ, સોનગઢ પો.સ્ટે.

8. યુપીસી જગદીશભાઈ રામસિંગભાઈ, સોનગઢ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other