પતિ પત્નીના ઝગડામાં સુખદ સમાધાન કરવતી અભયમ્ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પરણિતાએ પોતાનું લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ જેથી તાપી અભયમ રેસક્યું ટીમ સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પતિને ભૂલનો અહેસાસ કરાવતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામા આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈનમા કોલ આવેલ કે 10 વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે બાળકો હોય. મારા પતિ વ્યસન કરી અપશબ્દો બોલે છે અને બોલચાલ કરે છે. કામધંધો નામહિ કરી બહેન પોતે મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય. અને તેમના પતિ મારઝૂડ કરતા હોય તેથી તેમના પતિને સમજાવવા 181 ટીમની મદદ લીધી હતી. અભયમ કાઉન્સિલર દ્વારા પતિ ને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરી પોતાના જીવન તેમજ ભવિષ્ય અંગે સમજ આપતા તેમને કાયદાકિય જવાબદારીનું ભાન કરાવતાં પતિએ પોતાની ભુલ કબૂલી હતી. આમ પરણિતાને આગળ કોઈ કાર્યવાહિ ના કરવી હોય બંને વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.
પરણિતા ને મળેલ મદદ બદલ અભયમ્ ટીમનો આભર માન્યો હતો.