સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

0
IMG-20240419-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના ઇન્દુ બ્રિજ પાસેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- રીયાઝ કાલુભાઇ મુલતાની ઉવ.૩૪ રહે. મામા ફળીયું ઝંખવાવા, તા.માંગરોળ જી.સુરત નાને તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ, એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ નોકરી- એલ.સી.બી. જી.તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *