ઉમરપાડા અને ઉચવાણના ગ્રામજનોએ તારીખ 26મી સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો :  રેન્જ આઇ જી અને સરકારી તંત્રએ નિર્ણયને બિરદાવ્યો

Contact News Publisher

(નીલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) :ઉમરપાડા તાલુકા મથક નજીક ના નર્મદા જિલ્લાના ભૂત બેડા ગામે ગતરોજ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી આવવાની ઘટનાના પગલે ઉમરપાડા અને ઉચવાણ ગામના લોકોએ તારીખ 26 સુધી સદંતર લોકડાઉન કરવાનો સામૂહિક નિર્ણય સ્વયંભૂ બજાર બંધ કરી દીધા છે કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેમાં સવારે ૧૦થી ૧૨ કલાક દરમ્યાન જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ માટે દુકાનો ખોલવામાં આવી હતી પરંતુ નજીકના ગામમાં કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી આવતા ઉમરપાડા અને ઉચવાણ ગામના વેપારીઓ અને ઉમરપાડા ગામ પંચાયતના સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવા અને ઉચવાણ ગામ પંચાયતના સરપંચ બેન ગુલાબભાઈ વસાવા અને આગેવાનોએ ચર્ચા-વિચારણા કરી સામૂહિક નિર્ણય લઇ તારીખ 26 મી સુધી સદંતર લોક ડાઉન કર્યુ હતું એક દિવસ અગાઉ નજીકના કેવડી ગામ પણ સદંતર લોક ડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી કેવડી અને ઉમરપાડાના બજારો બંધ રહેશે. રેન્જ આઇજીએ. કેવડી અને ઉચવાણ અને ઉમરપાડા ના સરપંચ સાથે મિટિંગ યોજી ઉમરપાડા ની મુલાકાતે આવેલા રેન્જ આઇજી અને સુરત જિલ્લા પોલીસ વડાએ કેવડી. ઉચવાણ. અને ઉમરપાડા સહિત ત્રણ ગામના સરપંચ આગેવાનો સાથે મીટીંગ યોજી તકેદારીના પગલા ભરવા સૂચનો કર્યા હતા જેમાં ઉમરપાડા તાલુકાના ભાજપ મહામંત્રી અમિષ ભાઈ વસાવા ગુલાબભાઈ વસાવા. પ્રકાશભાઈ વસાવા. હાજર રહ્યા હતા તેમને પોલીસ તંત્રને સહયોગ આપી લોક ડાઉનલોડ ચુસ્ત પાલન થાય તેમજ સરહદી જિલ્લાઓમાંથી સદંતર પ્રવેશ બંધી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપી લોક સહયોગની માંગ કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *