વ્યારામા ઘરમાંથી સોનાના ઘરેણાની ચોરી કરનાર ચોરને ગણતરીના કલાકમાં પકડી પાડી, ચોરીનો ભેદ ઉકેલતી વ્યારા પોલીસ ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગે અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ, વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીની ફરિયાદ અનુસાર ફરીયાદ આપનાર નિતુલભાઇ અજીતભાઇ ગામીત ઉ.વ.૨૮ ધંધો.વકીલાત રહેવાસી-વ્યારા, સીંગી ફળીયુ, તા.વ્યારા, જી.તાપીના ઘરમાં કોઇ અજાણ્યા ચોરે પ્રવેશ કરી મંદીરવાળા રૂમમાં રહેલ સોકેસ ખોલી સોકેસમાં મુકેલ (૦૧) સોનાની ચેન પેંડલ સાથેની નંગ-૦૧ આશરે અઢી તોલાની કિ.રૂ.૨૨,૫૦૦/- તથા (૦૨) સોનાની બુટ્ટી જોડી નંગ-૦૧ આશરે એક તોલાની કિ.રૂ.૯,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૧,૫૦૦/- ની ચોરી કરી નાશી ગયો હતો જે મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાના ગંભીરતાને ધ્યાને લઇ પો.ઇન્સ.શ્રી એન.એસ. ચૌહાણ સાહેબએ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોર ઇસમોને શોધી કાઢવા આપેલ સુચના આધારે અ.હે.કો. નવરાજસિંહ જોરસિંહ તથા અ.પો.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહને સંયુકત રીતે માહિતી મળેલ કે, ફરીયાદીના ઘરે અગાઉ દરવાજાનું કામ કરવા આવેલ કારીગરો ઉપર શંકા જતા જે શંકાના આધારે કારીગરોની પુછપરછ કરતા આ ચોરીમા આરોપી મેહુલભાઇ સુમનભાઇ ચૌધરી રહે.ખુશાલપુરા, ભગત ફળીયુ, તા.વ્યારા, જિ.તાપીએ આ ચોરીને અંજામ આપેલાની કબુલાત કરતા, જે આધારે ચોરીમાં ગયેલ મુદ્દામાલ (૦૧) સોનાની ચેન પેંડલ સાથેની નંગ-૦૧ આશરે અઢી તોલાની કિ.રૂ.૨૨,૫૦૦/- તથા (૦૨) સોનાની બુટ્ટી જોડી નંગ-૦૧ આશરે એક તોલાની કિ.રૂ.૯,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૧,૫૦૦/- નું ૧૦૦% રીકવર કરી સારી કામગીરી બતાવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *