નિઝર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240413-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે નિઝર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- વિક્કી રવિ ઉર્ફે રવિન્દ્ર શિંદે રહે. શિમ્પી ગલ્લી ખાપર, તા.અક્કલકુવા, જી.નંદુરબાર (મહા)ને તા.૧૩/૦૪/૨૦૨૪ ના રોજ અક્કલકુવા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી અ.હે.કો. જયેશભાઇ લીલકિયાભાઇ, એલ.સી.બી. તાપી તથા અ.પો.કો.રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ પેરોલ/ફ્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *