મુંબઇ ખાતે તોમસ આઇકોન એવોર્ડમાં ટકારમા ગામનાં કૌશિકા પટેલની પસંદગી

ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલને ભૂમિકા ચાવલા દ્વારા એવોર્ડ એનાયત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલને તોમસ આઇકોન એવોર્ડ મુંબઈ ખાતે અભિનેત્રી ભૂમિકા ચાવલાનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. કૌશિકા પટેલને અગાઉ અને આ 12 મો એવોર્ડ મુંબઈ ખાતે ટોમસ આઇકોન એવોર્ડ જેમાં સુરત ખાતે બેસ્ટ સાયકલિંગ નો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કૌશિકા પટેલ સુરત જિલ્લા પંચાયતનાં કર્મચારી તરીકે ચોર્યાસી તાલુકામાં પી.એસ.સી. ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓએ સાયકલિંગ, મેરેથોન, ટ્રેકિંગ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ નોંધપાત્ર દેખાવ કરેલ છે. જેમાં તેમણે 11 જેટલાં એવોર્ડ હાંસલ કરી ગૌરવવંતી ઓળખ ઊભી કરી છે.
અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય આ ખેડૂતપુત્રીએ તોમસ આઈકોનિક એવોર્ડ મેળવી પોતાનાં માવતર અને ગામનું નામ રોશન કરેલ છે જે બદલ સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.