સુબીર તાલુકાના જારસોળ ગામની સીમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળવા અંગે

Contact News Publisher

(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) :  તાઃ ૧૭ઃ ડાંગ જિલ્લાના સુબીર પોલીસ સ્ટેશનમાં ગુના નં.૧૩/૨૦૧૯ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર અજાણ્યા પુરૂષ ઈસમ ઉ.વ.આશરે ૨૨ વર્ષ જેના નામઠામ કે વાલી-વારસની ખબર નથી જે તા.૨૫/૧૧/૨૦૧૯ ના રોજ ક.૧૪-૦૦ વાગ્યા પહેલા હરકોઇ વખતે મોજે જારસોળ ગામની સીમમાં આવેલા મહેશભાઇ આનંદભાઇ પવારના ખેતરના છેડા ઉપર સાગના ઝાડની ડાળી સાથે કોઇ અગમ્ય કારણોસર સુતરાઉ કાપડ ગમસા વડે ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ છે. જેના વાલી-વારસોની તપાસ કરતા મળી આવેલ નથી.
મરણ જનાર ઈસમ ઉ.વ.આશરે ૨૨ વર્ષ,શરીરે મધ્યમ બાંધો,ઉંચાઇ આશરે ૫.૫ રંગે ધઉંવર્ણ, ચહેરો ગોળ આકારનો તથા ડાબા હાથના કાંડાની ઉપરની સાઇડે છુંદણાંથી ટી લખેલ છે. તેમજ માથાના કાળા વાળ છે. જેણે શરીરે વ્હાઈટ અને આસમાની કલરની ગોળ ગળાની કાબરા-ચિતરા વાળી લાંબી બાંયની ટી-શર્ટ અને કમરમાં આછા કાળા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. તેમજ બ્લુ કલરના સેન્ડલ પહેરેલ છે. સદર મરણ જનારના અજાણ્યા ઇસમના વાલી-વારસ મળી આવેલ નથી. જેથી ફરી વાર આ સાથે સામેલ ફોટો તથા વર્ણન વાળા પુરૂષની આપના શહેર તથા જિલ્લા/ વિસ્તારમાં ગુમ થયેલ હોય તો રેકર્ડ ઉપર ખાતરી કરી પોલીસ કંટ્રોલ નં.૦૨૬૩૧-૨૨૦૩૨૨,૨૨૦૬૫૮ તથા સુબીર પોલીસ સ્ટેશન,પો.સ.ઇ. મો.૯૪૨૯૪૪૮૮૪૪ ઉપર જાણ કરવા શ્વેતા શ્રીમાળી,પોલીસ અધિક્ષકશ્રી, ડાંગ-આહવાની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other