તાપી જિલ્લા પેન્શનરોની હયાતીની ખરાઈ કરાવવા અંગે પેન્શનરો જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮ તાપી જિલ્લાના તમામ પેન્શનરોને ચાલુ વર્ષે હયાતીની ખરાઈ માટે જિલ્લા તિજોરી કચેરી તાપી દ્વારા હયાતી અને પુન:લગ્ન બાબતના ફોર્મ જે તે સંબંધિત બેંકમાં મોકલી આપવામાં આવેલ છે. જેથી તમામ પેન્શનરોએ પોતે જે બેંક મારફત પેન્શન મેળવતા હોય તે બેકમાં પીપીઓ બુક નંબર, લેજર પાના નંબર, બેંક પાસબુકની મહિતી સાથે માહે મે અને જુન-૨૦૨૪ માસ દરમિયાન રૂબરૂ હાજર થઈ હયાતીના પ્રમાણપત્રમાં નિયત નમુનાની સહી કરવાની રહેશે. તેમજ વર્ષ-૨૦૨૩-૨૪ નાં આવકનાં સર્ટીફિકેટ સામેલ રાખેલ છે.જે મેળવી લેવા લેવાના રહ્શે.

વધુંમાં રાજ્ય સરકારનાં પેંશનરો/કુંટુંબ પેંશનરોએ JEEVAN PRAMAANPORTAL(www.jeevanpramaan.gov.in) પર પણ ઓનલાઇન (ONLINE) હયાતીની ખરાઇ કરાવી શકે છે. રાજ્ય સરકારનાં પેંશનરો સ્માર્ટફોનનો ઉપયોગથી FACE AUTHENTICATION TECHNIQUE મારફત ડિજીટલ જીવન પ્રમાનપત્ર જનરેટ કરી શકશે. જે માટેની વિગતવાર સમજ https://pensionersportal.gov.in પર ઉપલબ્ધ છે પેંશનર નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરાવવા નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં ઓગસ્ટ-૨૦૨૪નાં માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે.જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવી એમ જિલ્લા તિજોરી અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other