દિયર દ્વારા હેરાનગતિથી ત્રાસી પરણિતાએ માંગી 181મહિલા હેલ્પલાઇન ની મદદ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વ્યારા તાલુકાના ઘાટા ગામની એક પરણિતાએ 181 મા ફોન કરી જણાવેલ કે સાસરીમાં દિયર ઝગડા કરે છે અને માનસિક ત્રાસ આપે છે જેથી તેમની હેરાનગતિથી કંટાળી તેમને સમજાવવા માંગી હતી 181 હેલ્પલાઇનની મદદ.
કેસ મળતા 181 ટીમ સ્થળ પર પહોંચી પીડિતાને મળી તમામ હકીકત જાણી તો તેમણે જણાવેલ કે તેમના દિયર તેમના પિયરથી કોઈ પણ આવે છે તો તેમની સાથે ઝગડા કરે છે, ગાળો આપે છે તેમજ તેમના ઘરે પિયરવાળા ને બોલાવવાની ના પડે છે અને પિયરથી કોઈ આપણે આવ્યું હોય તો એમની સામે જ ઝગડાં કરવા લાગી જાય છે. તેમજ નાની નાની બાબતે ઝગડા કર્યા કરે છે દેરાણી પિયરમાં રહે છે ત્યાં પણ એમની વચ્ચે ઝગડા થાય છે તો પીડિતા તેમની દેરાણીને ચઢાવે છે ઝગડા કરાવે છે એમ કહી ઝગડો કરે છે. તમામ હકીકત જાણી પીડિતાના દિયરને સ્થળ પર સમજાવી કાયદાકીય સમાજ આપી નાની નાની બાબતે ઝગડા ના કરવા અને પરિવારના કોઈપણ આવે તો ઝગડો ના કરવા સમજાવી કાયદાકીય સમજ આપી મહિલા સહાયતા કેન્દ્ર વિશે સમજ આપી લેખિત બહેંઘરી લઈ સ્થળ પર સમાધાન કરાવ્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other