લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત તાપી જીલ્લામા સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની એક કંપની તૈનાત કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આગામી લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુસર તાપી જીલ્લા ખાતે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની એક કંપની તા.૦૧/૦૪/૨૦૨૪ થી ફાળવવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી તાપીના માર્ગદર્શન અને સુચના મુજબ તાપી જિલ્લા ખાતે ફાળવવામાં આવેલ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની એક કંપની તથા સ્થાનિક પોલીસ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૦૪/૦૪/૨૦૨૪ સુધીમાં વ્યારા, ડોલવણ, કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રિટીકલ બુથ/બિલ્ડીંગની વિઝીટ કરવામાં આવી છે. તથા તા.૦૫/૦૪/૨૦૨૪ થી તા.૧૩/૦૪/૨૦૨૪ સુધીમાં વાલોડ, સોનગઢ, ઉકાઇ, ઉચ્છલ, નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રિટીકલ બુથ/બિલ્ડીંગની વિઝીટ કરવામાં આવનાર છે. સાથોસાથ આ વિઝિટ દરમ્યાન એરીયા ડોમીનેશન એક્સરસાઇઝ, વોલ્નેરેબલ પોકેટની વિઝીટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તાપી જિલ્લાની સરહદને અડીને આવેલ કુલ-૭ આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર CAPF ની ફાળવણી કરવામાં આવેલ છે. આ લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો ભયમુક્ત થઇ નિશ્ચીંતપણે ચુંટણી પ્રક્રિયામાં ભાગ લઇ મતદાન કરી શકે અને જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ચુંટણી આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે જિલ્લા પોલીસ દ્રારા જરૂરી કામગીરી કરવામાં આવી રહેલ છે.