તા.૨૦ મી એપ્રિલથી વ્યારા એ.પી.એમ.સી. ખાતે અનાજ વિભાગની ખરીદ-વેચાણ કામગીરી શરૂ કરાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૮: તાજેતરમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારાના ચેરમેન તથા વાઇસ ચેરમેનના અધ્યક્ષપદે અને કમિટિ સદસ્યોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આગામી તા.૨૦મી એપ્રિલથી વ્યારા એ.પી.એમ.સી. ખાતે અનાજ વિભાગની ખરીદ-વેચાણ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.
એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી પ્રવિણભાઇ ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ખેડૂતો તેમનું ઉત્પાદન સરળતાથી વેચી શકે તે માટે તા.૨૦/૪/૨૦૨૦ ના રોજથી સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન, લોકડાઉનના જાહેરનાનાના સંપૂર્ણ પાલન સાથે, તેમની જણસીઓનું ખરીદ, વેચાણ કરી શકશે.
સોશિયલ ડિસ્ટનસિંગ, ફેસ માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ જેવી બાબતોએ ખેડૂતોનો હકારાત્મક સહયોગ મળી રહેશે, તેમ પણ ચેરમેન શ્રી ગામીતે વધુમાં જણાવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *