સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત તાપી જિલ્લા સેવા સદન ખાતે કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.04 : તાપી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત તાપી જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી ખાતે કે.કે. કદમ કન્યા વિદ્યાલય-વ્યારાની વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી હતી. સમગ્ર તાપી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વમાં સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
000