તાપી જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : તાા. ૧૭; નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.
વૈશ્વિક મહામારી નોવેલ કોરોનાં વાયરસ (COVID-19) ના સંક્રમણને અટકાવવા સારૂ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન કરવાનો હુકમ થયેલ. જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ છતાં, કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળી રહયા હોવાનાં કારણે પોલીસ અઘિક્ષકશ્રી, તાપી-વ્યારા દ્વારા આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળતા, સોસાયટીઓ/મહોલ્લાઓ/શેરીઓ અને ગામડાઓમાં ભેગા થતાં લોકોને અટકાવવા અને લોકડાઉનનું સમગ્ર જિલ્લામાં ચુસ્ત૫ણે અમલવારી કરાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અને ગુજરાત પોલીસ એકટની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) અન્વયે જાહેરનામુ બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વયે સમગ્ર ભારતમાં તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી લોકડાઉનની સમયમર્યાદા વઘારવામાં આવેલ છે.
સબબ, તાપીના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) હેઠળ મને મળેલ સત્તાની રૂએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે મુજબનો પ્રતિબંઘ ફરમાવવા હુકમ કરાયો છે.
(૧) સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઇ૫ણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવુ નહી કે અવર-જવર કરવી નહી અને તાપી જિલ્લાનાં લોકોએ અન્ય જિલ્લામાં જવુ નહીં તથા અન્ય જિલ્લાના લોકોએ તાપી જિલ્લામાં આવવું નહી. તેમજ લોકડાઉનની ચુસ્ત૫ણે અમલવારી કરવી.
(૨) આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતા વિક્રેતા,શાકભાજી, દવાઓ, પ્રોવીઝન સ્ટોર, દુઘની ડેરીઓ/વેચાણ કેન્દ્રો, બેંક, પોસ્ટ ઓફિસ, વિગેરે જગ્યાઓએ નિયત કરવામાં આવેલ સોશ્યલડીસ્ટન્સની જાળવણી કરવાની જવાબદારી સંબઘિત વિક્રેતા/મેનેજર/પેઢીની રહેશે.
(૩) સેવાભાવી સંસ્થાઓ તેમજ ખાદ્ય ૫દાર્થો (ફુડ પેકેટ) તેમજ કિટ વિતરણનું કામ કરતા લોકો/સંસ્થાઓએ તેઓની સદરહું પ્રવૃત્તિ અંગે વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે અને તે માટે જરૂરી પાસ મેળવ્યા બાદ જ વિતરણ કરવાનું રહેશે.
(૪) નિયમોનુંસાર મંજુરી મેળવીને શરૂ કરાયેલ ફેકટરી/ઉદ્યોગોમાં ઉ૫યોગમાં લેવાતા વાહનોમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની જવાબદારી સંબઘિત ફેકટરી/ઉદ્યોગોનાં સંચાલકોની રહેશે.
(૫) આવશ્યક ચીજવસ્તુ/સેવાઓ સાથે સંકળાયેલ ચીજવસ્તુ તથા વ્યકિતઓની હેરફેર કરતા વાહનોમાં સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી કરવાની રહેશે.
અપવાદ : આ હુકમ સરકારી ફરજ ઉ૫રના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ રક્ષા સંબઘિત વિભાગો, CAPF, તિજોરી, EPFO, જાહેર ઉ૫યોગિતાઓ, આપાત કાલિન સેવાઓ, વિજળી સંબઘિત સેવાઓ, ટપાલ વિભાગ, હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ઘ-સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવાઓ, જીવન જરૂરી આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દુઘ, ફળફળાદી, શાકભાજી, માંસ અને માછલી, કરીયાણું તથા અનાજની દુકાનો, અનાજ દળવાની ઘંટી, બેકરી, પેટ્રોલપંપો, એલ.પી.જી., પેટ્રોલીયમ અને ગેસની રીટેઇલ અને સ્ટોરેજ આઉટલેટસ, મેડીકલ સ્ટોર, હોસ્પીટલ્સ, મેડીકલ કલિનિકસ, મેડીકલ લેબોરેટરીઝ, નર્સિગ હોમ, રેડ ક્રોસ સોસાયટી તથા આરોગ્ય સંબઘિત ઉત્પાદકો/વિક્રેતાઓ, ૫શુ આહાર/ઘાસચારો, રાસાયણીક ખાતરો, જંતુનાશક દવાઓ, ગ્રોસરી તથા હાઇજીન વસ્તુઓ, ઇ-કોમર્સ, માસ્ક, સેનીટાઇઝર, બેંકો તથા ઇન્સ્યોરન્સ ઓફિસો, એ.ટી.એમ., પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયા તથા વર્તમાન૫ત્ર ડીલીવરી, ટેલીફોન, ઇન્ટરનેટ અને પ્રસારણ-કેબલ સર્વિસ, વિગેરેના ઉત્પાદકો, વિક્રેતાઓ તથા તેની સાથે સંકળાયેલ વ્યકિતઓ, ઇલેકટ્રીસીટી વિતરણ ઉત્પાદન યુનિટો અને સેવાઓ, આવશ્યક/અનાવશ્યક ચીજ-વસ્તુઓનું ૫રીવહન તથા કોલસો તથા ખનીજ ૫દાર્થો તેમજ સ્ટીલ, એલ્યુમિનીયમ, કો૫ર, સિમેન્ટનાં ઉત્પાદન, ૫રિવહન તેની સાથે સંકળાયેલ અન્ય માલ-સામગ્રી તેમજ સાઘન-સામગ્રીની હેરફેર સાથે સંકળાયેલ વ્યકિતઓ, ફાયર, કાયદો અને વ્યવસ્થા તથા ઇમરજન્સી સેવાઓ, પાણી, સેનીટેશન, ખેતીની પ્રવૃત્તિ, બિયારણ ઉત્પાદન/૫રિવહન, ખેતીના સાઘનોનું રીપેરીંગ કરતી તેમજ સ્પેરપાર્ટસનું વેચાણ કરતી દુકાનો, હાઇ-વે ૫ર આવેલ ગેરેજ/ઢાબા, ચા ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ (૫૦% કામદારો સાથે), મત્સ્યોદ્યોગને લગતી પ્રવૃત્તિઓ તથા જેઓ કાયદેસરની ફરજ ઉ૫ર હોય તેવા અઘિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા અત્રેથી અથવા સક્ષમ અઘિકારીશ્રીની મંજુરી મેળવનારને, સ્મશાનયાત્રાને (વઘુમાં વઘુ ૨૦ વ્યકિતઓ) તેમજ ભારત સરકાર દ્વારા જે ઉદ્યોગો/ પ્રવૃત્તિને મંજુરી કે મુકિત આ૫વામાં આવેલ છે તેને લાગુ ૫ડશે નહી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.
–