“ગંગા સમગ્ર” ટીમ તાપી જિલ્લાના પદાધિકારીઓની બેઠક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “ગંગા સમગ્ર” ટીમ તાપી જિલ્લા ના પદાધિકારીઓની વાર્ષિક બેઠક આજરોજ તા. 31/03/24 રવિવારે રોજ વ્યારાના અંબાનગરમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે સવારે 11 વાગે યોજાઈ હતી. જેમાં “ગંગા સમગ્ર” તાપી જિલ્લા ટીમના પદાધિકારીઓએ વાર્ષિક અહેવાલ રજૂ કરી આખા વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. નવા આયામોની નિમણુંક કરવામાં આવી. નવા પદાધિકારી નિમણુંક કરવામાં આવ્યા હતા. જેથી નવા કાર્યો સુવ્યવસ્થિત રીતે કરી શકાય. વર્ષ દરમિયાન 14 જેટલી જાહેર પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. જેમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તથા સ્વાસ્થ્ય વિષેની જાગૃકતા તેમજ નારીશક્તિ સન્માન કાર્યક્રમ મુખ્યત્વે રહ્યાં હતાં. નવા આયામો વિષે પણ સાત્વિક ચર્ચા કરવામાં આવી. આવનાર દિવસોમાં પણ ઘણાં બધાં નવા કામો કરવા માટે પણ તૈયારી હાથ ધરાશે એવો પદાધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.