વ્યારાના બેડકુવા જી.આઇ.ડી.સી. ખાતેથી ગેરકાયદેસર શંકાસ્પદ બાયો ડિઝલનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ નોકરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપીને ખાનગી રાહે બાતમી મળેલ કે, “કાકરાપાર પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ બેડકુવા નજીક ગામમાં બેડકુવા જી.આઇ.ડી.સી. ખાતે રામદેવભાઇ નારણભાઇ ગોઝીયાના ગોડાઉનમાં ગેરકાયદેસર બાયો ડીઝલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખેલ છે.” તેવી બાતમી હકીકત આધારે શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા

ગોડાઉન પર હાજર રમીઝભાઇ હારૂનભાઇ બાધડા રહે.આંબા ફળીયું કોહલી ગામ, તા.વ્યારા જી.તાપી તથા રામદેવભાઇ નારણભાઇ ગોઝીયા રહે.૫૬૭, બેડકુવા જી.આઇ.ડી.સી. ગામ-બેડકુવા નજીક તા.વ્યારા જી.તાપીના માલીકીના તેમજ ભાડે રાખનાર હર્ષદભાઇ ગોવિંદભાઇ માધાણી રહે.સુરતના કબજાનુ ગોડાઉનમાંથી શંકાસ્પદ હાલતમાં બાયો ડિઝલ જેવું જવલનશીલ પ્રવાહી મળતા પુરવઠા નિરીક્ષકશ્રી, વ્યારાને સ્થળ પર બોલાવી કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે પાંચ લોખંડના પીપમાં ભરેલ બાયો ડિઝલ જેવું જવલનશીલ પ્રવાહી કુલ લીટર ૧૦૦૦ કિ.રૂ.૭૫,૦૦૦/- નું મળી અન્ય મુદ્દામાલ સાથે કુલ્લે રૂ.૧,૦૧,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ ની વિગતઃ-

(૧) પાંચ લોખંડના પીપમાં ભરેલ બાયો ડિઝલ જેવું જવલનશીલ પ્રવાહી કુલ લીટર-૧૦૦૦ કિ.રૂ.૭૫,૦૦૦/-

(૨) જ્વલનશીલ પ્રવાહી કાઢવા માટેના પંપ કુલ- ૦૨ કિ.રૂ.૨,૦૦0/-

(૩) સફેદ કલરની સીનટેક્ષ ટાંકી ૫૦૦૦ લીટરની ક્ષમતાવાળી કુલ-૦૩ તથા બીજી લોખંડની એંગલોમાં ફીટ કરેલ બાયોડીઝલ ભરવા માટેની કુલ- ૧૪ ટાંકીઓની કિ.રૂ.૨૪૦૦૦/- કુલ મુદ્દામાલ રૂપિયા- ૧,૦૧,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. રોનક સ્ટીવન્શન, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ,  અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other