વ્યારા બાર એસોસિએશન દ્વારા એક લાખ એકતાળીસ હજાર રૂપિયા સી.એમ. રીલીફ ફંડમાં અપાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત દેશ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન હોય લોકો આરોગ્યથી અને આર્થિક સંકડામણથી ફસાયેલા છે. જેથી, કોરોના વારસની મહામારી સામે લડવા અને લોક સહાયતામાં મદદરૂપ થવા વ્યારા વકીલ મંડળના વકીલ ભાઈઓ – બહેનો દ્વારા કુલ્લે રૂા. ૧, ૪૧, ૦૧૧ /- ( અંકે રૂપીયા એક લાખ એકતાળીસ હજાર અગીયાર પુરા ) ફાળો અપાયેલ . જેમાંથી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વ્યવસ્થા કરેલ CHIEF MINISTER RELIEF FUND ખાતામાં વ્યારા વકીલ મંડળના પ્રમુખશ્રી નીતીન એસ . પ્રધાન , મંત્રીશ્રી ગુંજનકુમાર ડી . ઢીમર , અન્ય હોદેદારો અને સીનીયરશ્રીઓની સાથે જઈને તાપીના કલેકટરશ્રીને રૂ . ૧, ૧૧, ૧૧૧/ – ( અંકે રૂપીયા એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર પુરા ) નો ચેક આપવામાં આવેલ . તે ઉપરાંત , વ્યારા નગરપાલીકાના સફાઈ તથા આરોગ્ય ખાતાના કર્મચારી કે જેઓ હાલની કોરોના વાયરસની મહામારી હોવા છતાં નગરપાલીકા વ્યારા ને ચોખ્ખું અને આરોગ્યપ્રદ રાખવા મહેનત કરી રહયા છે તેવા તમામ ૧૦૭ કર્મચારીઓનેવ્યારા વકીલ મંડળના પ્રમુખશ્રી નીતીન એસ . પ્રધાન દ્વારા પ્રાસંગીક શબ્દો જણાવી નમન કરીને આભાર વ્યકત કરી પ્રોત્સાહનરૂપે તમામને અલગ અલગ રૂ . ૨૫૦ / – વ્યારા વકીલ મંડળ તરફથી પ્રમુખશ્રી નીતીન એસ . પ્રધાન , મંત્રીશ્રી ગુંજનકુમાર ડી . ઢીમર , અન્ય હોદેદારો અને સીનીયરશ્રીઓએ વ્યારા નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રી , વ્યારા નગરપાલીકાના પ્રમુખશ્રી મહેનોઝભાઈ જોખી તથા કારોબારી સમીતીના ચેરમેન રાકેશભાઈ કાચવાલાની હાજરીમાં આપવામાં આવેલ છે . તે ઉપરાંત , તાપી જીલ્લાના આર્થિક સંકડામણમાં ફસાયેલા જરૂરીયાતમંદ વકીલશ્રી તથા તેમના કુટુંબને એક મહીનો ચાલે એવી અનાજની કીટ નામ ગુપ્ત રાખી આપી દેવામાં આવેલ છે .