તાપી જિલ્લામાં તા. ૩૦ મીએ કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે
છાત્રો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેવા આશય સાથે કેટલાંક પ્રતિબંધો સાથે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામુ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ તાપી જિલ્લામાં તા. ૩૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને બપોરે ૩.૦૦ કલાકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તાપી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર યોજાનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાexવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી-તાપીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ, પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે, કોઈપણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર કે, પરીક્ષાના સમય દરમિયાન તેના ઉપયોગ પર કે, લાઉડસ્પીકર વગાડવા પર તથા પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઘેરાવ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
000