લોકડાઉન દરમિયાન ટોળુંવળી ક્રિકેટ રમવાનું ના કહેતાં સરપંચને બેટ વડે ફટકાર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં મોટા તાડપાડા ગામે તા. 15મી નાં રોજ સાંજે 5 કલાક દરમિયાન ગમમાં ચીકારી ફળીયામાં આવેલ ધીરૂભાઇ ઉમરીયાભાઇ કોંકણીની ખુલ્લી ક્યારીમાં ગામનાં છોકરાંઓ ટોળુંવળીને ક્રિકેટ રમતા હોય ગામનાં સરપંચે ક્રિકેટ રમવાનું નાં કહેતાં છોકરાઓએ બેટ અને સ્ટમ્પ વડે સરપંચને ફટકાર્યો હતો.
સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સોનગઢ તાલુકાનાં મોટા તાડપાડા ગામે ગામના છોકરાઓ ભેગા થઇ ટોળેવળી ચીકારી ફળીયામાં આવેલ ધીરૂભાઇ ઉમરીયાભાઇ કોંકણીની ખુલ્લી ક્યારીમાં ક્રીકેટ રમતા હોય ગામના સરપંચ હોવાની રૂએ લોકડાઉન દરમ્યાન બીન જરૂરી ભેગા થઇ ક્રિકેટ નહિ રમવા સમજાવવા જતા ક્રિકેટ રમતા છોકરાઓ પૈકી આ.નં.(૧) ભાવીભાઇ દિનેશભાઇ કોંકણીએ પોતાના હાથમાંની બેટ વડે સરપંચ ને માથામાં ઉપરના ભાગે મારી, ત્રણ ટાંકા લાવી તેમજ પીઠના ભાગે માર મારી તેમજ આ.નં.(૨) વિરલભાઇ ગોવિંદભાઇ કોંકણી તથા આ.નં.-(૩) રૂપેશ રમેશભાઇ કોંકણી એ એક લાકડાના ડંડાનુ બનાવેલ સ્ટમ્પ વડે ફરી.શ્રીને પીઠના ભાગે માર માર મારી આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Good job