તાપી જિલ્લામાં યુવા મતદારોને બાઈક રેલી અને કવીઝ કોમ્પિટિશન દ્વારા મતદાનનું મહત્વ સમજાવીને પ્રેરિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને કેન્દ્રસ્થાને રાખીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા તેમજ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના યુવા મતદારોને જાગૃત કરવા માટે અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત બાઈક રેલી અને ક્વિઝ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી પોલીટેકનિક કોલેજ વ્યારા, આઈ.ટી.આઈ ડોલવણ, શ્રી આર.પી ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિતના સંસ્થાના વિદ્યાર્થીઓએ આ બાઈક રેલીમાં ભાગીદારી નોંધાવીને લોકોને લોકશાહીના મહાપર્વમાં પોતાનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા માટેનો પ્રેરક સંદેશો આપ્યો હતો.
૦૦૦