બ્રેકડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડતી તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક ટાટા કંપનીની પીકપ બ્રેકડાઉન ક્રેઇન નં. MH-04-FD-9280 ની પાછળ ટોચન કરેલ છોટાહાથી ટેમ્પો નં.GJ-02-ZZ-2360 માં ગાદલાઓની આડમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે” જે બાતમી આધારે નવાપુરથી સોનગઢ તરફ જતા સાકરદા ઓવર બ્રીજ ચઢવાના રસ્તા પાસે વોચમાં હતા. તે દરમ્યાન બાતમી વાળી ટાટા કંપનીની પીકપ બ્રેકડાઉન ક્રેઇન નં. MH-04-FD-9280 ની પાછળ ટોચન કરેલ છોટાહાથી ટેમ્પો નં.GJ-02-ZZ-2360 ની આવતા તેને રોડની સાઇડમાં ઉભી રાખી ચેક કરતા ટેમ્પોની પાછળના ભાગે ગાદલાઓ ભરેલ હોય જે ગાદલાઓમાં ચેક કરતા ખાખી પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય (૧) વસીમ રફીકએહમદ અખ્તર ઉ.વ.૩૬ રહે-ઇસ્લામાબાદ માલેગાંવ જી.નાશીક મહારાષ્ટ્ર (૨) યોગેશ રઘુનાથ તાવડે ઉ.વ.૩૩ હાલ રહે-ઘર નં.૯૧ આરાધના કોલોની, કેજરીવાલ મીલની સામે, ગંગાધરા તા.પલસાણા જી.સુરત મુળ રહે-મોલગી તા.અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર એ ટાટા કંપનીની પીકપ બ્રેકડાઉન ક્રેઇન નં.MH-04-FD-9280 જેની આશરે કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ની પાછળ ટોચન કરેલ ACE MEGA XL ટેમ્પો નં.GJ-02-ZZ-2360 જેની આશરે કિ.રૂ.૧,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ સીલબંધ કુલ બોટલો/ટીન બીયર નંગ-૨૨૫૬ જેની કુલ કિં.રૂ.૧,૬૫,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૨, આશરે કિં. રૂ! ૫,૫૦૦/- તથા આર.સી.બુકની નકલ તથા કટીંગ કરેલ ગાદલા નંગ-૦૮ મળી કુલ્લે કિ.રૂ.૩,૭૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.