ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં વીર વંદના કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આત્મા અમર અને દેહ નાશવંત હોવાથી માતૃભૂમિની સ્વતંત્રતા જ અમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ તેવો દ્રઢ નિર્ધાર ધરાવતાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં ક્રાંતિકારી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર માં ભારતીનાં વીર સપૂત એવાં અમર ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનાં શહીદીનાં દિને ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં વીર વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વીર વંદના કાર્યક્રમ અંતર્ગત અત્રેની મીરજાપોર, મોર, જીણોદ, કમરોલી પ્રાથમિક શાળા સહિત અન્ય પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને માં ભારતીનાં ત્રણેય સપૂતોનાં જીવન વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો, શિક્ષકગણ તથા ઉપસ્થિત વાલીજનોએ વીર સપૂતોને નમન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે બાળકોએ ઈન્કલાબ ઝિંદાબાદનાં નારા પોકારી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું.