માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદીના પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
સોનગઢથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩: માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલો એન.ડી.ટી ટેસ્ટના પરીણામો મુજબ નબળા હોઈ, ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ લંબાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તાપી દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામા અનુસાર સોનગઢથી માંડવી જવા માટે સોનગઢ થી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઇ.-૫૩ (૧૯૦૦ કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ (૨૭.૦૦ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.આ જાહેરનામું આગામી તા.૨૫.૦3.૨૦૨૪ થી ૧૩.૦૫.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦