તાપી જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા યુવા મતદારો અને નાગરીકોમાં મતદાન અંગે જાગૃતતા કેળવાનો જનજાગૃતિ અભિયાન પુરજોશમાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ તાપી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જનજાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને તથા ખાસ કરીને તાપી જિલ્લાની કોલેજો તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર માર્ચ માસમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં આવેલ વિવિધ કોલેજોમાં જેમકે સરકારી પોલીટેકનીક કોલેજ વ્યારા, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, સ્નાતક અધ્યાપન મંદિર વેડછીમાં રંગોળી, ડીબેટ, મતદાનનું મહત્વ અંગેની સમજ, કેમ્પસ એમ્બેસેડર દ્વારા મતદાન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લાની તમામ આઇટીઆઇ સંસ્થાઓમાં ડીબેટ સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ૫૪૭ ભાવિ મતદારો તેમજ ૭૦ જેટલા નાગરિકો જોડાઈ લોકોને મતદાન અંગે જાગૃત કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા.
0000