સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને કુલ ૩.૭૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “ એક ગ્રે કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર નં.- MH-15-GA-5416 માં બે લોકો સોનગઢ તાલુકાના ટેમ્કા તરફથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વ્યારા સરેયા ગામ થઇ વ્યારા થઇ સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે વ્યારા પાનવાડી ત્રણ રસ્તા ઉપર આવી બેરીકેટની આડાશ કરી સરૈયા તેમજ કપુરા ગામ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. દરમ્યાન કપુરા તરફથી બાતમીવાળી ઉપરોકત સ્વીફ્ટ કાર આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી- (૧) સુરપાલ સજુભા ગોહીલ ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.ગામ-ઉમલાવ લક્ષ્મીપુરા, હરસિધ્ધી મંદીરની પાછળ તા.બોરસદ જી.આણંદ (૨) રવિન્દ્રરાજ બહાદુર સીંગ ઉ.વ.૫૫ રહે.રૂમ નં.૧૮ તુલસી વાડી એ.કે.રોડ વાઘગાથ મંદીર વરાછા સુરત શહેર મુળ રહે.ગામ- હરીહરપુર તા.થાના જયસીંગપુર જી.સુલતાનપુર યુ.પી.એ પોતાના કબ્જાની ગ્રે કલરની સ્વીફ્ટ કાર નં.- MH-15-GA- 5416 જેની આશરે કિં.રૂ.૨,૦૦,૦૦૦/-માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂના કુલ કાળા કલરની કોથળી તથા બોક્ષ-૩૮ બાટલી/ટીન નંગ- ૧,૬૦૮ જેની કુલ કિં.રૂ.૧,૬૦,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૩, આશરે કિં.રૂ.૧૦,૫૦૦/-, મળી કુલ્લે રૂ.૩,૭૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી અને એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો. ધર્મેશભાઇ મમગનભાઈ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનક સ્ટીવન્શન, પો.કો અરૂણભાઇ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડ તાપીના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈએ કામગીરી કરેલ છે.