રાજ્યકક્ષાના પીડબ્લ્યુડીના ઓબ્ઝર્વરશ્રી કે.એન.શાહ તાપી જિલ્લાની મુલાકાતે
મતદાન મથકોની મુલાકાત લઇ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરિક્ષણ કરી આયોજન અંગે કેટલાક જરૂરી સુચનો કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા નિયુક્ત રાજ્યકક્ષાના PWD ઓબ્ઝર્વરશ્રી કે.એન.શાહ, રજીસ્ટ્રારશ્રી કો-ઓપરેટીવ સોસાયટી ગાંધીનગર તાપી જિલ્લાની મુલાકાતે અવી પહોંચતા તાપી જિલ્લાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના થતા આયોજન અંગે કેટલાક જરૂરી સુચનો કર્યા હતા.
તાપી જિલ્લામાં આવેલ તમામ મતદાન મથકો ખાતેની ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે નિરીક્ષણ કરવા પીડબ્લ્યુડીના ઓબ્ઝર્વરશ્રીએ ૧૭૧-વ્યારા (અ.જ.જા.) મતદાર વિભાગના અને ૧૭૨-નિઝર(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના કુલ-૧૦ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરિક્ષણ કર્યું હતું તથા જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ/માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.
000000