ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડસ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચા૨ કરી શકશે નહી
તાપી જિલ્લો :- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
–
ચૂંટણી પ્રચાર અંગે વાહનની ૫રવનાગી લેવાની રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા-: ૧૮ ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા તા.૧૬.૦૩.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ પરિપત્ર થી ગુજરાત રાજયમાં મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ ના રોજ નક્કી કરવમાં આવેલ છે. જે અંતર્ગત આદર્શ આચારસંહિતા બાબતે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવા સુચના આપવામાં આવેલ છે.
ચુંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉપર લાઉડ સ્પીક૨ લગાડી પ્રચાર કરતા હોય છે અથવા પ્રચા૨ કરાવતા હોય છે. પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરવા માટે જે તે વિસ્તા૨ના સક્ષમ અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી લેવાની હોય છે. આવી મેળવેલ પરવાનગી/પરમીટો વાહન ઉપર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વિન્ડ સ્ક્રીન પર લગાવવાની હોય છે. વધુમાં પ્રચાર માટે માઇકનો ઉપયોગ કરવા માટે પણ સબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની હોય છે. જે સુચનાઓનો ચુસ્ત પણે અમલ થાય તથા ચૂંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા દ્વારા ફોજદારી કાર્યરીતિ અર્ધનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જાહેરનામા મુજબ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતી વખતે જે-તે વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી,ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડસ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહી,વગર પરવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. હુકમ તા.૧૬/૦૩/૨૦૨૪ ના કલાક ૦૦.૦૦ થી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
000000000000