સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240315-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) :  આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. એન.એસ. વસાવા નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા ખાતેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- અમરસીંગ કબીરભાઇ ગામીત રહે.ઘુટવેલ ગામ બંગલી ફળીયુ તા.સોનગઢ જી.તાપીને તા.૧૪/૦૩/૨૪ ના કલાક-૧૯/૧૫ વાગે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ. એન.એસ. વસાવા નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગભાઇ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other