છ વર્ષ પહેલા ચર્ચમાં થયેલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો : ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી બન્ને આરોપીઓને પકડી પાડતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તાપી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા તથા આવા ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાએ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા- ૦૯/૦૩/૨૪ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફના જવાનો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે.ના અ.હે.કો. અનિલભાઈ રામચંદ્રભાઈને ખાનગી રાહે અંગત અને વિશ્વાસુ બાતમીદાર તરફથી બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનમા છ વર્ષ અગાઉ નોંધાયેલ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પાવર એમ્પ્લીફાયર તથા કોલેક્ષ માઇક્રોફોન સાથે એક વ્યકિત જે.કે. પેપર ગેટ પાસે ઉભેલ હોવાની બાતમી મળતા જે આધારે એક વ્યકિતને આ મુદ્દામાલ સાથે પકડી પાડેલ બાદ તેના સહ આરોપીને પણ પકડી પાડી, પાવર એમ્પ્લીફાયર તથા કોલેક્ષ માઇક્રોફોન કબજે કરેલ છે. આમ આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઇ જવા પામેલ છે. તથા આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.  ગુનાની આગળની તપાસ શ્રી કે.આર.પટેલ, પો.સબ.ઇન્સ. સોનગઢ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.

આરોપીનું નામ સરનામુ તથા ગુનાહિત ઇતિહાસ:-

– અશોકભાઇ લલ્લુભાઇ ગામીત, ઉ.વ.૨૪, હાલ રહે. રાણીઆંબા બજાર ફળીયુ. તા.સોનગઢ જી.તાપી મુળ રહે.ટોકરવા, વિષમહુડા ફળીયુ, તા-સોનગઢ, જી-તાપી

– સુરેશભાઈ દિનેશભાઈ ગામીત, હાલ રહે. લોટરવા ડુંગરી ફળીયુ. તા.વ્યારા જી.તાપી મુળ રહે.ડોસવાડા,ગાયવાડા ફળીયુ, તા-સોનગઢ, જી-તાપી ના વિરૂધ્ધ અગાઉ ઉમરા પો.સ્ટે. | પાર્ટ ગુ.ર.નં-૨૩/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ તથા સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૧૦૦૩૩૪/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુનોઓ નોંધાયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-

1. PI ડી.એસ. ગોહિલ, સોનગઢ પો.સ્ટે.

2. PSI કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે.

3. UHC અનિલભાઈ રામચંદ્રભાઈ

4. AHC પ્રવિણભાઇ ભરતભાઇ

5. UPC રાજીશભાઈ ગોપાળભાઈ

6. UPC ગોપાલભાઇ કાળુભાઇ

7. UPC પિયુશભાઇ રામુભાઇ

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other