નિઝર તાલુકામાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં ગુટખાની હેરાફેરી કરતા ૩ શખ્સ પકડાયા

(મુકેશ પાડવી દ્વારા વેલ્દા-નિઝર) : કોરોના વાયરસનું સન્ક્ર્મણ ન ફેલાય તે માટે તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન હોવા છતાં પણ કળા બજારિયાઓ બેલ્ક માર્કટીંગ કરતા હતા.આજ તારીખ:૧૩/૪/૨૦૨૦ની રોજ નિઝર તાલુકામાં લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓનો આડમાં ગુટખાની હેરાફેરી કરતા ૩ શખ્સને પકડ્યા. છેલ્લા વીસ દિવસથી લોકડાઉન અમલમાં હોવા છતાં તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં સોમવારના રોજ સવારે ૬વાગ્યે નિઝર ગામના સરપંચ લતિષભાઈ નાઈકે ગુટખા ભરેલો પીકઅપ ભોલેરો ટેમ્પો ઝડપી પડ્યો અને નિઝર પોલીસ સ્ટેશને જમાં કરાવ્યો હતો. આ ટેમ્પોને કોઈ પકડે નહીં તે માટે ટેમ્પોની આગળ આવશ્યક ચીજવસ્તુઓનું લેબલ માર્યું હતું. કોરોનને કારણે સમગ્ર તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન છે.૧૪૪ મુજબ જાહેરનામું લાગુ કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યકિતએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા અવર જ્વર નહીં કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં પણ વિમલ પાન મસાલા, તંબાકુ વગેરેમાં વેપારી ત્રણ ગણા ભાવ આપવા તયાર થઈ જતા હોય જેનો સીધો ફાયદો સંગ્રહખોરો તેમજ કળા બજારિયાઓ ઉઠાવતા હોય છે. સંગ્રહખોરો નાના વેપારીઓ પાસેથી મોઠી કિંમત વસુલકરી કોઈ પણ સ્થળ પર માલસમાન સપ્લાય કરીને વેચાણ કરે છે.છેવાડાના નિઝર તાલુકા મથકે રામદેવનગરમાં જાહેર રોડ ઉપર મહિન્દ્દા પિકઅપ ટેમ્પોમાં દ્રાઇવર સહિત ૩ શખ્સો ગેરકાયદે રીતે ગુટખાનો જથ્થો ભરીને સપ્લાય કરવા નીકળ્યા હતા. આ બોલેરો પિકઅપની આગળ આવશ્યક વસ્તુ હેરા ફેરી માટેનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. જેથી કોઈ પકડી નહીં શકે જેની જાણ થતાજ સોમવારે સવારે ૬ વાગ્યે નિઝર ગામના સરપંચે વોચ ગોઠવી ગુટખા ભરેલી સફેદ કલરની પિકઅપ ટેમ્પો પકડી પાડી, નિઝર પોલીસને સોંપી દેવામાં આવી. પોલીસે બોલેરો ગાડીની તલાશી લેતા તેમાં સફેદ કલરના ૧૫ કોથળી જેની કિંમત રૂપિયા ૩,૧૨,૦૦૦તથા તંબાકુના ૧૫ કોથળી જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ અને અન્ય પેક કરેલી તમાકુના ૧૫ બોક્સ કિંમત રૂપિયા ૯૭૨૦૦ તથા મહિન્દ્રા પિકઅપ બોલેરોની કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦ એમ કુલ રકમ ૯,૧૯,૨૦૦નો મુદામાલ પકડી પડ્યો હતો. પોલીસે ડ્રાઈવર જાકીર હુસેન અબ્દુલ શેખ(ઉ.વ. ૫૨), રજ્જાક અઝીઝ મેમણ (ઉ. વ. ૪૮), યસૂફ સતાર માલાકાણી (ઉ.વ. ૫૪)તમામ રહે નવાપુર, તેમને ધરપકડ કરી વિવિધ કલમ હેઠળના ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ નિઝર પોલીસ કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે ગુટખા ભરેલો ટેમ્પો સરપંચે પકડી પોલીસને સોંપ્યો હોવા છતાં પોલીસ ચોપડે સરપંચનો કોઈ ઉલ્લેખ ન કરતા આશ્રર્ય સર્જાયું હતું! આ ઉપરાંત અન્ય એક ચર્ચાસ્પદ બાબત એ છે કે સવારે ૬ વાગ્યાં ટેમ્પો પકડ્યો તેમ છતાં નિઝર પોલીસ ૧૨ વાગ્યા સુધી ગુનો દાખલ ન કર્યો. પોલીસ કોની રાહ જોતી હતી. તે પ્રશ્ન પોલીસ અધિકારીઓ પર સવાલ ઉભો કરી રહયો છે?
ગુટખાની હેરાફેરી કરનારને બચાવવા માટે સ્થાનિક રાજકીય નેતાઓ પોલીસ મથકે દોડી ગયા,નિઝરમાં ગુટખા ભરેલો ટેમ્પો પક્ડાયાની જાણ તથાજ કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ આ ગુટખા ભરેલો ટેમ્પો અને તેની સાથે પકડાયેલા શખ્સોને છોડાવવા પોલીસ મથકે આવી ગયા હતા. તેમ છતાં પોલીસની સામે તેમનું કશું ચાલ્યું ન હતું. આ કારણેજ પોલીસને ગુનો દાખલ કરવામાં વિલંબ થયો હોવાનું ચર્ચાય રહ્યું છે.