તાપી જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતો જોગ સંદેશ
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આગામી ૧૧મી મે સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ બાગાયત ખાતાની વર્ષ:-૨૦૨૪–૨૦૨૫ માટે વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ થી ૧૧/૦૫/૨૦૨૪ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
તાપી જિલ્લાના જે ખેડુત મિત્રો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ:-૨૦૨૪-૨૦૨૫ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેંટર કે કોઇ ખાનગી ઇંટરનેટ ઉપરથી અથવા તાપીની જિલ્લા બાગાયત કચેરીમાં સવારના ૧૦.૪૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી.
ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન -૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે આપનો મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતી લગતા તમામ મેસેજ આપને મોબાઇલ પર મળી રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો.
સહાયના ઘટકો
1)અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ,૨) ઔષધિય/ સુગંધીત પાકોના વાવેતર માટેસહાય,૩) ઔષધિય/ સુગંધીત પાકોના માટેનવા ડીસ્ટીલેશન યુનિટ ૪) કાચા મડંપ ટામેટા/મરચાં અનેઅન્ય શાકભાજીના ટ્રેલીઝ,૫) કાજુવાવેતર વિસ્તાર વધારવા માટેપ્લાન્ટીંગ મટીરીયલ સહાય,૬) કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ,૭) ગ્રીનહાઉસ તથા ટીસ્યુલેબ. વીજદર સહાય,૮) ટીસ્યકુલ્ચર ખારેકની ખેતીમાં સહાય,૯) ડ્રીપ ઇરીગેશન માટેપાણીના ટાંકા,૧૦) નિકાસકારોબાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટેસહાય,૧૧) પ્લગનર્સરી,૧૨) પાકામંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ૧૩) પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટેસહાય,૧૪) સ્વંય સંચલીત બાગાયતી મશીનરીસહાય ૧૫) પાવર ટીલર(૮BHP થી વધુ)૧૬) ટ્રેક્ટર(૨૦ PTO સુધી)૧૭) ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા ૧૮) ફળપાક પલાન્ટીગ મટીરીયલમાં સહાય,૧૯) બાગાયત પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય,૨૦) બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટેસહાય ૨૧) બાગાયતી પાકોમાં વોટર સોલ્યબુલ ખાતરમાં સહાય ૨૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય,૨૩) વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યકુલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાનટીંગ મટીરીયલમાં સહાય,૨૪) સરગવાની ખેતી વિગેરે જેવા બાગાયત સહાયલક્ષી ઘટકો માટે અરજી કરવા જણાવવામાં આવે છે.
00000000