સોનગઢ પોલીસ સ્ટેશન તથા વાલોડ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આ.હે.કો. પ્રવિણભાઇ ભરતભાઇ તથા અ.પો.કો. પિયુષભાઇ રામુભાઇને અંગત વિશ્વાસુ બાતમીદાર દ્રારા સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ તથા વાલોડ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશન ગુનાઓમા નાસતા ફરતા આરોપી ગણેશભાઇ સીંગાભાઇ ગાવીત, રહે-લક્કડકોટ, તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વ્યારાની રામપુરા ગામે, ડેરી પાસે ઉભેલ છે અને તેણે શરીરે વાદળી કલરની લાંબી બાય ગોળ ગળાવાળી ટી-શર્ટ તથા કમરે ગ્રે કલરનો જીન્સ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જતા ઉપરોક્ત બાતમીવાળી વ્યકિત હાજર મળી આવતા તેના નામ ઠામની ખાત્રી કરી તેને સોનગઢ તથા વાલોડ પો.સ્ટે. ના ગુનામાં વોન્ટેડ હોવા બાબતે પુછતા પોતે પોલીસ પકડથી દુર રહેવા નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા. તેને સોનગઢ પો.સ્ટે. ખાતે લાવી રેકર્ડ ચેક કરતા આ ઇસમ (1) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં- ૧૧૮૨૪૦૦૪૨૨૧૫૮૯/૨૦૨૨ પ્રોહિ. એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના તથા (2) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૧૫૯૫/૨૦૨૨ પ્રોહિ. એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના તથા (3) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૪૦૭/૨૦૨૩ પ્રોહિ. એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ તથા (4) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૯૦૦/૨૦૨૩ પ્રોહિ. એક્ટ કલમ ૬૫(એ)(એ),૮૧ મુજબના ગુનામા વોંટેડ હોય તથા આ આરોપી વિરૂધ્ધ નામદાર સોનગઢ કોર્ટ દ્રારા Cr.P.C કલમ ૭૦ મુજબનું નામ જોગ વોરંટ હોય તથા વાલોડ પો.સ્ટે. ખાત્રી કરતા આ ઇસમ વાલોડ પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૨૨૨૦૭૭૫/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના ગુનામાં વોન્ટેડ હોવાની ખાત્રી કરી હતી. આમ સોનગઢ પોલીસે બાતમી આધારે છેલ્લા બે(૨) વર્ષથી પ્રોહિ. ગુનામા નાસતો ફરતો હોવાની કબુલાત કરતા આ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. તથા વાલોડ પો.સ્ટે. ખાતે આરોપીનો કબજો મેળવી લેવા અંગે જાણ કરેલ છે.
અટક કરેલ આરોપીનું નામ સરનામુ:-
> ગણેશભાઇ સીંગાભાઇ ગાવીત, રહે-લક્કડકોટ, તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ :-
(1) સોનગઢ પો.સ્ટે.C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૧૫૮૯/૨૦૨૨ પ્રોહિ. એક્ટક.૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ
(2) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૧૫૯૫/૨૦૨૨ પ્રોહિ.એક્ટક.૬૫(ઇ,૮૧,૯૮(૨) મુજબ
(3) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૪૦૭/૨૦૨૩ પ્રોહિ.એક્ટ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ
(4) સોનગઢ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૯૦૦/૨૦૨૩ પ્રોહિ. એક્ટ ક.૬૫(એ)(એ),૮૧ મુજબ
(5)વાલોડ પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૨૨૨૦૯૯૪/૨૦૨૨ પ્રોહિ એક્ટ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ
તથા આ આરોપી વિરૂધ્ધ નામદાર સોનગઢ કોર્ટ દ્રારા Cr.PC કલમ ૭૦ મુજબનું નામ જોગ વોરંટ ઇશ્યુ કરવામા આવેલ છે. આ આરોપી વિરૂધ્ધ ઉપર મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
કામગીરી કરનાર પોલીસ | અધિકારી/કર્મચારી :-
(1) ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સપેક્ટર,
(2) કે.આર. પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર
(3) UHC અનિલભાઇ રામચંદ્રભાઇ.
(4) AHC પ્રવિણભાઇ ભરતભાઈ.
(5) UPC પિયુશભાઇ રામુભાઇ.
(6) UPC રાજીશભાઇ ગોપાળભાઇ.
(7) UPC ગોપાલકુમાર કાળુભાઇ.