સુરત રેલ્વે સ્ટેશન ઉપરથી બિમાર હાલતમા મળેલ આધેડનું સારવાર દરમિયાન મોત : મરનાર અજાણ્યા પુરુષનાં વાલી વારસો જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 41/2024 C.R.P.C. કલમ-૧૭૪ મુજબ  મરણ જનાર એક અજાણ્યો હિંદુ પુરૂષ ઉ.વ.-૫૦ ના આશરાનો તા.- 29/02/24 ના રોજ કલાક 14 વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન ઉપરથી બિમાર બેભાન અવસ્થામા મળી આવેલ અને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમા દાખલ કરવામા આવેલ દરમ્યાન મરણ ગયેલ જે મરનારની લાશના કોઈ વાલી વારસો મળેલ ન હોય દિન -5 માટે કોલ્ડ રૂમમા રાખવામા આવેલ છે. જે મરનારના વાલી-વારસો મળી આવેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.

મરણ જનારની લાશનું વર્ણન :-

એક અજાણ્યો હિંદુ પુરૂષ ઉ.વ.૫૦ ના, મધ્યમ બાંધાનો, ઉંચાઇ:- ૫×પ”.  રંગે- ઘઉં વર્ણનો જેના અંગ ઉપર સફેદ શર્ટ-પેન્ટ દવાખાનાના પહરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other