ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ રોકડ મુદ્દમાલ રીકવર કરતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા- ૦૮/૦૩/૨૪ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે.ના અ.હે.કો. અનિલભાઇ રામચંદ્રભાઈને ખાનગી રાહે અંગત અને વિશ્વાસુ બાતમીદાર તરફથી બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ ₹ ૪૦,૦૦૦/- ની ચોરી ટોકરવા ગામે, વિષમહુડા ફળીયામાં રહેતા લલ્લુભાઇ ભીખાભાઇ ગામીતએ કરેલ છે. અને તેઓ હાલ સોનગઢ બજારમાં ફરી રહેલ છે. જેથી આ ઇસમને પુછપરછ કરી તેને વિશ્વાસમાં લઈ ધનિષ્ટ પુછપરછ કરતા આ ઇસમે ઉપરોક્ત ચોરીની કબુલાત કરેલ અને તેના પાસેથી પોલીસે ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડા ૪૦,૦૦૦/- ની રીકવરી કરેલ છે. આમ ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઇ જવા પામેલ છે. તથા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનાની આગળની તપાસ શ્રી કે.આર. પટેલ, પો.સબ.ઇન્સ. સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

આરોપીનું નામ સરનામુ:-

> લલ્લુભાઇ ભીખાભાઇ ગામીત, ઉ.વ.૪૫, ધંધો- ખેતી, રહે.ટોકરવા, વિષમહુડા ફળીયુ, તા-સોનગઢ, જી-તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-

1. PI ડી.એસ. ગોહિલ, સોનગઢ પો.સ્ટે.

2. PSI કે.આર.પટેલ, સોનગઢ પો.સ્ટે.

3. UHC અનિલભાઈ રામચંદ્રભાઈ

4. AHC પ્રવિણભાઇ ભરતભાઇ

5. UPC રાજીશભાઇ ગોપાળભાઈ

6. UPC ગોપાલભાઇ કાળુભાઈ

7. UPC પિયુશભાઇ રામુભાઇ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *