૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દેશની સૌ પ્રથમ પેપરલેસ ડીજીટલ વ્યવસ્થાથી સુસજ્જ
શ્રીમતી ભાનુબેન બાબરીયા, માન.મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નાં વરદ હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ ૨૪ કલાક કાર્યરત રાજ્ય કક્ષાના રિસ્પોન્સ સેન્ટરના ૮ વર્ષ જેટલા જૂના સંસાધનો અને ટેક્નોલૉજી સહિત CAD સિસ્ટમનું માળખું અપગ્રેડ કરી અદ્યતન Paperless CAD સિસ્ટમ સાથે અભયમ રેસ્કયુવાનની કામગીરીને ડિજિટલ પ્લેટફોર્મ થકી જીવંત જોડાણ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૮૧ હેલ્પલાઈન પર કરવામાં આવતા કોલ્સને પ્રતિસાદ આપવા માટે ૨૪ કલાક રીસ્પોન્સ સેન્ટર કાર્યરત રાખવામાં આવે છે અને સલાહ, બચાવ, કાઉન્સીલીંગની સેવાઓ અવિરત પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના પ્રારંભથી યોજના માટેના રિસ્પોન્સ સેન્ટરમાં જરૂરી સંસાધનો, ટેકનોલોજી અને અન્ય સંલગ્ન ઘટકોનું વ્યવસ્થાપન ૧૦૮ સેવામાંથી Leverage કરવામાં આવેલ હતા. હાલમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ રેસ્કયુવાનમાં થતી પેપરવર્કની તમામ કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે, પરંતુ ૧૦૮ સેવાની જેમ હાલમાં અમલીકૃત પેપરલેસ કામગીરી મુજબ જ ૧૮૧ અભયમ સેવામાં પીડિત મહિલાનો ફક્ત કોલ મળ્યેથી તમામ કામગીરી પેપરલેસ કરી દેવાથી વધુ સરળ, કાર્યક્ષમ અને અસરકારકરીતે ઓપરેશન તેમજ ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરની જરૂરિયાત હતી. આમ, કામગીરીની વ્યાપકતા, ભારણને ધ્યાને લઇ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની કામગીરીમાં સરળતા અને સુગમતા લાવવા માટે ૮ જૂની થયેલ ટેકનોલોજી અપગ્રેડેશનની આવશ્યકતાને ધ્યાને રાખીને હાલમાં ૧૦૮ સેવા સહીતની અન્ય મહત્વની ફ્લેગશીપ સેવાઓ જેવી કે ખીલખીલાટ, ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ, ૧૧૨ ERSS, વગેરે જેવા મહત્વના ઈમરજન્સી સેવામાં CADસિસ્ટમ Paperless operation ઓપરેશનની વ્યવસ્થા કાર્યાન્વિત છે, જેના થકી લાભાર્થીની ચોક્કસ માહિતી અને ઝડપી કામગીરી કરી શકાય છે.
૧૮૧ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરનું CAD સિસ્ટમનું માળખું અપગ્રેડ કરી અદ્યતન Paperless CAD system કાર્યાન્વિત કરવાથી ડિજિટલ દસ્તાવેજોની સાચવણી થઇ શકશે અને જૂની માહિતીની જરૂરીયાતનાં સમયે પાછલા વર્ષોની માહિતી પણ ઉપલબ્ધ રહેશે, સચવાઈ રહેલ માહિતીની વિશ્વસનીયતા જળવાઈ રહેશે. ડેટાનું આપમેળે બેકઅપ થઈ શકશે, કામગીરીના રેકોર્ડ રજીસ્ટર માટે સ્ટેશનરીની બચત થશે, રીયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનીટરીંગ વધુ સુગમ બનશે, રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automaticallyલોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થશે અને સ્થળ પર ઝડપથી રેસ્કયુવાનને પહોચવા માટે ઘટના સ્થળની સઘળી માહિતી ડિજિટલી સ્વરૂપે વાનના સ્માર્ટ ફોનમાં રિસ્પોન્સ સેન્ટરથી મદદ માટે મોકલી શકાશે. કાઉન્સિલર દ્વારા પીડિત મહિલાને ઘટના સ્થળ પર પૂરી પાડેલ મદદની માહિતીનો રીપોર્ટ મોબાઈલ ફોનમાં એન્ટ્રી કરવાથી કેસ પૂર્ણ થતાં ત્વરિત મળી જશે. જીલ્લાવાર પીડિતાના નોંધાતા કોલ્સનું ચોક્કસ લેટ-લોંગ સાથે માહિતી પૃથક્કરણ માટે ઉપલબ્ધ થશે જેના આધારે ભવિષ્યમાં પ્રિવેન્ટીવ નીતિવિષયક પગલાઓ લેવા માટેનો અદ્યતન ડેટાબેઝ ઉપલબ્ધ થશે. ઘટ નાસ્થળ અને પીડિત મહિલાના કેસનો યુનિક આઈડી સાથેનો સચોટ અને ચોક્કસ માહિતી સાથેનો ડેટા ઉપલબ્ધ થશે.
વધુમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ કરવામાં આવતી કામગીરીની માહિતી નિયમિતરીતે CM Dash Board પર પણ રીયલટાઈમ ડિજિટલ ડેટા સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે.
સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનશે.
ગુજરાત ની મહિલાઓ માં વધુ વિશ્વસનીય બનતી અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન.
મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિત ના અન્ય પ્રકારની હિંસા ના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માગૅદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ. આર.ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વર્ષ 2015 થી પૂરા રાજ્ય માં કાર્યાન્વિત કરવામા આવી છે.
પ્રથમ ચરણ માં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ – સુરત શહેર અને ગાંધીનગર જીલ્લામાં ૬
અભયમ રેસ્કયું વાન થી ૨૪*૭ શરૃઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભયમ સેવાને લોકો તરફ થી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્રારા 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ ના રોઝ તત્કાલિન માનનીય મુખ્ય મંત્રીશ્રી ના વરદ હસ્તે ગૂજરાત રાજ્ય મા આ સેવાનું વિસ્તરણ કરી અગાઉ ૬ રેસ્ક્યુ વાન માં બીજી ૫૩ રેસ્કયું વાન ને લોકર્પિત કરી કુલ ૫૯ રેસ્ક્યુ વાન કાર્યાન્વિત કરવામાં આવી. આમ રાજ્ય ની મહિલાઓ ને સલામતી, બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશ નુ પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે.
વર્ષ 2015 થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફ થી કુલ ૧૩,૯૯,૭૫૭ થી વધુ કોલ મળેલ છે જેમાં તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ સાથે ત્રણ 2 લાખ 82 હજારથી વધુ થી મહિલાઓને ઘટના સ્થળે સેવાનો લાભ પહોંચાડેલ છે. આ ઉપરાત જરૂરીયાત મુજબ સરકારના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલિસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ, પોલિસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત,૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર મેન્ટલ, વૃધ્ધાશ્રમ,હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરે મા આગળ ની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુ થી પહોંચાડવામાં આવી સાચા અર્થ મા સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.
૧૮૧. મહિલા હેલ્પ લાઇન ની મુખ્ય ખાસિયત છે કે જે ચોવીસ કલાક વિના મૂલ્યે કાર્યરત છે જેમાં કોઈપણ પિડીત મહિલા, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત વૃદ્ધો પણ મૂશ્કેલીના સમયે મદદ મેળવી શકે છે. આ હેલ્પ લાઇન ના ૧૮૧ ટોલ ફ્રી નંબર માં ત્રહિત વ્યકિત તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતા ને. મદદ રુપ બની સકે છે આ ઉપરાત આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત
સરકારશ્રી ની મહિલા લક્ષી યોજનાઓ ની પ્રાથમિક જાણકરી પૂરી પાડવામાં આવે છે . ઘરેલુ હિંસા સહિત ના કામકાજ ના સ્થળે જાતીય સતામણી, લગ્ન જીવન ના વિખવાદો, બાળ જન્મ અને આરોગ્ય ના કિસ્સાઓ, મનોરોગી, હતાશ, લગ્નેતર સંબંધો અને પરિવાર નાં વિખવાદો વગેરે માં અસરકારક કાઉન્સિલગ અને અન્ય વિભાગો ના સુદ્રઢ સંકલન થી સંતોષ કારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.
છેડતી, અપમૃત્યુ, બળાત્કાર,જાતીય સતામણી આપધાત કે ગંભીર પ્રકારના ગુનાઓ માં પોલિસ કાર્યવાહિ સાથે પીડિતા નો યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે. આવી અભિનવ,ત્વરિત અને વિશ્વાસનીય સેવાઓ આપવામા આવતી હોવાથી આજે મહિલાઓ અભ યમ ને એક સાચી સાહેલી તરીકે લોકપ્રિય બની રહી છે. મનોરોગી મહિલાઓ, ગૃહત્યાગ, ઘરછોડવા5મજબૂર કરવુ વગેરે કિસ્સાઓ માં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુઘી પહોંચાડવામાં આવી રહેલ છે. બિન જરુરી કોલ, મેસેજ થી હેરાનગતિ કરવી, સાયબર ક્રાઇમ,શ્રમિક મહિલાઓ નાં વેતન ના પ્રશ્ન, બાળલગ્ન કે જમીન મિલકત ના વિખવાદો માં આજે અભયમ અસરકારકતા થી નિરાકરણ અને સુખદ સમાધાન ની દિશામાં આગળ વધી રહેલ છે.
આમ સુરક્ષા,સલામતી ની સાથે સાથે પારિવારિક ઝગડાઓ અને લગ્ન જીવન ના પ્રશ્ન માં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવન માં આનંદ, સંતોષ,ભયમુક્તઅને પરિવાર એક્તા માં અભયમ એક આગવી ભૂમિકા ભજવી રહેલ છે