ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ રાખી હતી દરમ્યાન સાથેના અ.હે.કો જયેશભાઇ લીલકિયાભાઈ તથા અ.પો.કો પ્રકાશભાઈ રામાભાઈ તથા અ.પો.કો રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ ટેકનીકલ સર્વેલન્સ આધારે સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે તપાસ વોચમાં હતા. દરમ્યાન આજરોજ તેઓને ટેકનીકલ સર્વેલન્સ માહિતી મળેલ કે, આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન મો.નં.૮૩૪૭૯૯૬૭૪૩ વાળા સીમકાર્ડ ધારક રાહુલસિંહ ફુલસિંહ રાજપુત રહે. નીલગીરી રણછોડ નગર ઘર નં.૬૪, લીંબાયત, સુરતવાળો ઉપયોગ કરે છે. અને તે હાલ સોનગઢ ઓટા ચાર રસ્તા બ્રીજ પાસે આવેલ છે. તેવી માહિતી આધારે મોજે- સોનગઢ ઓટા ચાર રસ્તા બ્રીજ પાસે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેના કબ્જામા રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- રાહુલસિંહ ફુલસિંહ રાજપુત ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.નીલગીરી રણછોડ નગર ઘર નં.૬૪, લીંબાયત, સુરત મૂળરહે.કરસવા થાના ગાજીપુર જી.ફતેપુર (ઉત્તર પ્રદેશ)નાની પાસેથી એક ક્રીમ કલરનો સેમસંગ કંપનીનો ગેલક્ષી A23 મોબાઇલ મળી આવેલ જે બાબતે વધુ તપાસ કરતા સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૨૦,૦૦૦/- નો ગણી કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
એક ક્રીમ કલરનો સેમસંગ કંપનીનો ગેલક્ષી A23 મોબાઇલ મળી આવેલ જેના IMEI નંબર (૧) 354650136087578 (२) 355740246087573 કિં. ३.२०,०००/-
શોધાયેલ ગુનો
સોનગઢ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૪૦૫૨૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો જયેશભાઇ લીલકિયાભાઇ તથા અ.પો.કો પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.