પાલોદ અને કીમ ચાર રસ્તા વિસ્તારમાં તાલુકા પંચાયતના સભ્ય સાકીરભાઈ પટેલ દ્વારા 1000 અનાજ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

Contact News Publisher

સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડના હસ્તે કિટનું વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના તાલુકા પંચાયત ના સેવાભાવી સભ્ય સાકીર ભાઈ મુસ્તાકભાઈ પટેલ ના પરિવાર દ્વારા કીમ ચાર રસ્તા અને પા લોદ સહિત આજુબાજુના વિસ્તારમાં ગરીબ જરૂરિયાત મંદ પરિવારોને 1000 અનાજની કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાવાયરસ ને મહામારી ચાલી રહી છે જેને અટકાવવા માટે સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવતા ખાસ કરીને કામદાર ગરીબ વર્ગની હાલત અત્યંત કફોડી બની છે આવા કપરા સંજોગો માં કીમ ચાર રસ્તા વિસ્તારના પી ઢ સામાજીક આગેવાન મુસ્તાકભાઈ પટેલ નો પરિવાર ગરીબ જરૂરિયાત મંદ લોકોની મદદે આવ્યો છે તેમના પુત્ર સાકીર ભાઈ પટેલ સેવાભાવી યુવા કાર્યકર અને માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે તેમણે અનાજ કીટ વિતરણ વ્યવસ્થાનો આયોજન કર્યુ હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ ના હસ્તે 200 જેટલી અનાજ ની કીટો અર્પણ કરાવી હતી તેમજ માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ અને સાકીર ભાઈ પટેલ ના પરિવારે કુલ ૧૦૦૦ જેટલી અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ હતું

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *