વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240303-WA0012
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષશ્રી, સુરત તથાપોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ શ્રી એન.જી. પાંચાણી,ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી, એન.એસ.વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીનાઓ સાથે અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઈ, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. તાપીના અ.પો.કો. અરુણભાઇ જાલમસિંગ પોલીસ જવાનો સાથે આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એન.જી. પાંચાણી,ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇને ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વીનભાઇ ગામીત રહે, ટીચકપુરા દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપીને તા.૦૩/૦૩/૨૪ ના કલાક-૧૯/૧૫ વાગ્યે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ

શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સયુકત બાતમી આધારે (૧) પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી (૨) અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, (૪) અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ (૫) અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, નોકરી-પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી (૬) એલ.સી.બી. તાપીના અ.પો.કો. અરુણભાઇ જાલમસિંગએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other