પુંસરી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

0
IMG-20240302-WA0005
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળામાં આચાર્ય રાજેશભાઈ પટેલનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિકોનાં જીવન કવન, પ્રાયોગિક પ્રવૃતિઓ, પ્રયોગોનું નિદર્શન, વિજ્ઞાનની આ વર્ષની થીમ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીનાં માર્ગદર્શનમાં અને શાળાનાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક સ્મિતભાઈ ગજ્જર અને પ્રિયંકાબેન ગજ્જર દ્વારા ઉત્કૃષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મહાન વૈજ્ઞાનિક અને નોબલ સન્માન પુરસ્કૃત ડો. સી.વી. રામનને સમર્પિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ અને પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનનાં સાધનોની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other