ઉચ્છલમાં બનેલ મોબાઇલ ચોરીના આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક, તાપીએ તાપી જીલ્લામાં બનેલ ચોરીઓના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન આપતા જે અનુસંધાને ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીના માર્ગદર્શન આધારે પો.સબ.ઇન્સ જે.બી. આહીર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનો પૈકી એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા ટીમના માણસોએ ટેકનીકલ સોર્સ દ્વારા માહિતી મળેલ કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનામા ગયેલ મોબાઇલ ઓપ્પો કંપનીનો કે ૧૦ મોબાઇલ ફોન મો.નં.૬૩૫૫૭૯૪૪૯૧ નો સીમકાર્ડ ધારક મુન્ના મનસુખ વરદુનિયા રહે.૧૧૨,પાયલ પાર્ક વરેલી કડોદરા જી.સુરતનો ઉપયોગ કરતો હોવાની માહિતી આધારે સુરત કડોદરા ખાતેથી સીમકાર્ડ ધારક મુન્ના મનસુખ વરદુનિયા ઉ.વ.૨૨ જે મુળ રહે.ઘોઘાવદર ચોક આશાપુરા ચોકડી પાસે ગોંડલ જી.રાજકોટનો મળી આવતા તેની ગુના સંદર્ભે સઘન પુછપરછ કરતા પુછપરછ દરમ્યાન તેણે ઉપરોકત મોબાઇલ ફોનની ચોરી કરેલાનુ કબુલાત કરતા કુલ્લે કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ-ર સાથે ઝડપી પાડી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢી ઉપરાંત આરોપી પાસેથી મળી આવેલ વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે અંગે તપાસ કરતા મુંબઇ શહેર બોરીવલી પો.સ્ટે. ગુમ. નંબર- ૩૬૭/૨૦૨૪ થી રજીસ્ટર થયેલ છે. આ આરોપીઓ વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

પકડાયેલ આરોપીઃ-

મુન્ના મનસુખ વરદુનિયા ઉ.વ.૨૨ રહે.કડોદરા નિલમ હોટલની પાસે,સી.એન.જી.પેટ્રોલપંપની સામે, નહેર ઉપર આવેલ ઝુપડપટ્ટીમાં તા.કડોદરા જી.સુરત મુળ રહે.ઘોઘાવદર ચોક આશાપુરા ચોકડી પાસે ગોંડલ જી.રાજકોટ

કબજે કરેલ મુદ્દામાલ :-

(૧) એક આસમાની કલરનો વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-

(૨) એક આસમાની કલરનો POCO કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-

ડીટેકટ થયેલ ગુનાઓ 

(૧) ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.૧૧૮૨૪૦૦૬૨૩૦૭૩૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨) મુંબઇ શહેર બોરીવલી પો.સ્ટે. ગુમ. નંબર- ૩૬૭/૨૦૨૪ થી રજીસ્ટર થયેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઈન્સ.શ્રી એન.જી. પાંચાણી તથા પો.સ.ઈ.શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા રોનકભાઈ સ્ટીવનસનભાઈ તથા પો.કો. અરૂણસિંહ જાલમસિંહ તથા પો.કો. વિપુલભાઇ બટુકભાઇ વિગેરેએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other