સોનગઢના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240301-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી એલ.સી.બી.તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ જવાનો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢ બસ સ્ટેન્ડ ખાતેથી સોનગઢ પો.સ્ટે. નોંધાયેલ પ્રોહીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી-તોસીફ શબ્બીર શેખ ઉ.વ.૩૬ રહે.તલાવડી પાસે, બારડોલી તા.બારડોલી જી.સુરતનાને તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો.પ્ર કાશભાઇ રામાભાઇ  તમામની નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ/ફર્લો સ્કોડ-તાપી નાઓએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other