તાપી જિલ્લાના પુર્વ સૈનિકો અને સ્વ.પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓ સંબધિત ઓનલાઇન રજિસ્ટ્રેશન
(પ્રતિનિધિ દ્વારા,વ્યારા-તાપી) : sain તા: ૧૨: તાપી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવામા આવેલ છે કે, esm.gujarat.gov.in ની વેબસાઇટ પર જઇ new register here પર ક્લીક કરીને આપનુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
જે અનુસંધાને ઉપરોક્ત આપેલ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન દરમિયાન તમામ જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી જ, આપ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામા આવતી વિવિધ સહાય અને સવલતો મેળવવાપાત્ર થશો.
વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન અનુભવાતી કોઇ મુશ્કેલીના કિસ્સામા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતના ટેલીફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ /૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી-સુરત દ્વારા એક અખબારી યાદીમા જણાવાયું છે.
000000