શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર વ્યારા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે લખાલી પીએચસી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 8/2/24, ગુરુવારના રોજ લખાલી પીએચસી ખાતે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત અને શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર વ્યારાના સહયોગથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પીએસસી સેન્ટરમાં સમાવિષ્ટ બાર ગામના લખાલી, ચીચબરડી, પેરવડ, વડપાડા, રાણીઆંબા, ઢોલીઉંમર, ઢોંગીઆંબા, છેવડી, ઝાંખરી, ખુરદી, શાતશીલા ગામની બહેનોએ ઉપસ્થિત રહી પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવ્યું હતું જેમાં બ્લડ પ્રેસર, સુગર, શરદી, ખાંસી, તાવ, સાંધાના દુખાવા તથા પીએસસી સેન્ટરમાં મળતી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી
આ આરોગ્ય કેમ્પમાં વિવિધ ગામોની 190 બહેનોએ લાભ લીધો હતો. આ આરોગ્ય કેમ્પમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવા, phc લખેલી ના મેડિકલ ઓફિસર ડૉ. કમલેશ ચૌધરી અને ડૉ. સુમૈયાબેન એમ. દુરાની, શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટર રમેશભાઈ તડવી, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પોલ તથા ગ્રામ પંચાયત લખાલીના સરપંચ શ્રીમતી શિલ્પાબેને હાજર રહી એકલનારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
એકલ નારીઓની પરિસ્થિતિ તથા આરોગ્યના પ્રશ્નો બાબતે શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટર રમેશભાઈ તડવીએ આ પ્રસંગે સમજ આપી હતી તેમજ આરોગ્ય ચેકઅપ તથા સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવાની બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન મનહરભાઈ વસાવાએ કર્યું હતું.