તાપી જીલ્લા ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કમર કસી : આવતીકાલથી “ગાંવ ચલો અભિયાન” સંપર્ક અભિયાનની શરૂઆત કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્ર વ્યાપી અભિયાન “ગાંવ ચલો અભિયાન” / “સંપર્ક અભિયાન” સમગ્ર દેશમાં તા. ૧૦ ફેબ્રુઆરી ના રોજ બપોર પછી શરૂ થશે અને તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ સાંજ સુધી ચાલશે. આ અભિયાન સંદર્ભે તાપી જીલ્લા ભારતીય જનતા પાર્ટીએ જીલ્લાની તમામ જીલ્લા પંચાયત બેઠકો પર વિસ્તારક તરીકે જનાર પ્રવાસી કાર્યકર્તાઓની કાર્યશાળા યોજી વિસ્તારકોને પ્રશિક્ષિત કર્યા છે. આ અભિયાન અંતર્ગત તાપી જીલ્લામાં પણ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી મયંકભાઈ જોષી, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંગભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ડો. જયરામભાઇ ગામીત અને શ્રી મોહનભાઇ કોંકણી, જીલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી રાકેશભાઈ કાચવાલા, શ્રી ડો. નિલેશભાઈ ચૌધરી અને શ્રી સુહાગભાઈ પાડવી તથા તાલુકા પંચાયત / નગરપાલિકા ના પ્રમુખશ્રીઓ સહિત સંગઠનના અને ચૂંટાયેલા મુખ્ય આગેવાનશ્રીઓ વિસ્તારક તરીકે ૨૪ કલાક સુધી ૧ – ૧ ગામોમાં અને નગરપાલિકા વિસ્તારના દરેક બુથોમાં જશે.
આ વિસ્તારક યોજના દરમિયાન તેઓ ગામના દરેક ઘરોનો સંપર્ક કરી ગામના સામાજીક / ધાર્મિક આગેવાનો, મહિલાઓ, યુવાનો, લાભાર્થી યોજનાના લાભાર્થીઓનો તથા નવા મતદાતાઓનો સંપર્ક કરશે અને કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતીઓ પૂરી પાડશે. આ સંપર્ક યોજના દરમિયાન તમામ આગેવાનો જે તે ગામોમા જ રાત્રી નિવાસ કરશે અને બીજા દિવસે સાંજે આ અભિયાન પૂર્ણ કરશે. આ સમગ્ર સંપર્ક અભિયાન દરમીયાન ભારતીય જનતા પાર્ટીના આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ તાપી જીલ્લાના દરેક ગામો અને જીલ્લાના તમામ ૭૯૩ બુથોમાં વ્યાપક પ્રમાણમાં સંપર્ક અભિયાન હાથ ધરશે અને કેન્દ્ર સરકારની તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના હજારો લાભાર્થીઓનો સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અપાયેલા લાભો અને તેનાથી લાભાર્થીઓના જીવનમાં આવેલ પરીવર્તન બાબતે ફીડબેક મેળવશે.
Touche. Solid arguments. Keep up the great work.