વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈ માધ્યમિક શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પયોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વેડછી પ્રદેશ સેવા સમિતિ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી શાળામાં દિવાળીબેન ટ્રસ્ટ આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકાન્ત કોમ્યુનીટી સેન્ટર, અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન અને અપરિગ્રહ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ ડોક્ટર, આંખના ડોક્ટર, હાડકાના ડોક્ટર ,બાળકોના ડોક્ટર્સ સ્ત્રીરોગ તેમજ ચામડીના ડોક્ટર ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને ચેકિંગ કરી નિ:શુલ્ક દવા તેમજ ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલીથી નલીનભાઈ જોષી, અમર ભાઈ, ભાવિનભાઈ તથા રોશની બેન ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જનરલ ડોક્ટર તરીકે ડૉ.રતીષાબેન, ગાયનેક તરીકે ડૉ.ગીતાબેન દેસાઈ, જનરલ સર્જનમાં ડૉ.નરેન્દ્રભાઈ દેસાઈ, હાડકાંના ડૉ.નીતિનભાઈ જ્યારે બાળકોના રોગના ડૉ.તરીકે ડૉ.મહેન્દ્રભાઈ સેવા આપી હતી. આ કેમ્પમાં કાલિદાસ હોમિયોપેથીક કોલેજ વ્યારાના ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી.