નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ૧૫માં નાણાપંચના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર !!
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : વેલ્દા ગામમાં ૧૫માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં વેલ્દા ગામે દવાખાના ફળિયામાં કુવો ઉંડો કરવાનું કામ રકમ-૪૭૧૧૧૬/-નું પૂર્ણ થયાનું બતાવ્યુ છે. પરંતુ કુવો ઉંડો કરવામાં આવેલ નથી? હાલના સરપંચ અને તલાટી કમ મન્ત્રી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જાગૃત ગ્રામજનો કહેવા જાય તો ગ્રામજનોને સરપંચ કહે છે કે, “હું ગામનો વિકાસ કરું છું.” એ તો સ્પષ્ટ દેખાય આવે છે કે કેવી રીતે ગામનો વિકાસ થઈ રહ્યો છે ? ૧૫માં નાણાપંચમાં સરકારશ્રી દ્રારા લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગામમા વિકાસ કરવા માટે?પરંતુ ગામના સરપંચ, તલાટી અને બાંધકામ શાખાના બાંધકામ એન્જિનીઅર, ટેક્નિકલ એન્જિનીઅર જ ભ્રષ્ટ્ર હોય તો ગામમા વિકાસ કેવી રીતે થશે ? નિઝર તાલુકાના તંત્ર પર સવાલ ઉઠવા પામ્યા છે? નિઝર તાલુકાના વેલ્દા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના નામ પર આચરવામાં આવેલ ભ્રષ્ટ્રાચારમા વેલદા ગ્રામ પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચના કામમાં સરપંચ, લેભાગુ કોન્ટ્રાકટરની અને તાલુકા પંચાયતના અધિકારીઓ બાંધકામ એન્જિનીઅર, ટેક્નિકલ એન્જિનીઅર દ્રારા ખોટી રીતે કામ બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. કામો અધૂરા હોવા છતાં પણ તાલુકા કક્ષાએથી કામની મંજૂરી અને ગ્રાન્ટની નિયમિત ફાળવણી કરવામાં આવે છે. આખું તંત્ર જ ભ્રષ્ટ્રાચારમાં ખદબદ હોવાની પ્રતિતી કરાવે છે. આ બાબતની તપાસ થાય તે જરૂરી છે. ભ્રષ્ટ્રાચાર કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને વ્યર્થ ગયેલા નાણાં વિકાસ કામો માટે જમાં કરાવવામાં આવે જેથી કરીને ગામનું ભવિષ્ય ઉજ્વળ બને એવી માંગ ગ્રામજનોએ કરી રહ્યા છે. દવાખાના ફળિયામાં કુવો ઉંડો કરવાનું કામ કરવામાં આવેલ નથી તો પછી કેવી રીતે તાલુકા પંચાયતના બાંધકામ શાખાના બાંધકામ એન્જિનીઅર અને ટેક્નિકલ એન્જિનીઅરે લોકેશન જોયા વગર કેવી રીતે ગ્રાન્ટના પૂર્ણ બિલની રકમ ચૂકવી દેવામાં આવે? મળતી માહિતી મુજબ ગ્રામજનો જણાવે છે કે, વર્ષ:૨૦૨૩/૨૦૨૪માં કુવો ઉંડો કરવામાં આવેલ નથી. ફક્ત કુવાના ઉપરના ભાગે એક થર ઇટનું બાંધકામ કરવામાં આવેલ છે. અને એક મોટર કુવામાં નાખવામાં આવેલ છે. નિઝર તાલુકાના બાંધકામ એન્જિનીઅર કે પછી ટેક્નિકલ એન્જિનીઅરે જોયા વગર ૧૫માં નાણાપંચના
કામોની ગ્રાન્ટની ચૂકવણી કરી આપે છે. વિકાસલક્ષી કામોમાં મોટાપાયે ગેરરીતીઓ આચરવામાં આવે છે. વેલદા ગામમાં ભ્રષ્ટ્રાચાર ઉપર ભ્રષ્ટ્રાચાર થાય છે છતાં પણ તંત્ર ચૂપકીદી સાધીને કેમ બેસી રહી છે ? એવું લાગી રહયું છે કે વેલ્દા ગામમાં હિટલરશાહી ચાલે છે !! એમ સ્પષ્ટ દેખાઈ આવે છે ! શુ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તપાસનો આદેશ આપશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.