નેશનલ કો-ઓપરેટીવ કંઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા પ્રમાણિત અને સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સુરત જિલ્લાનાં પ્રથમ ‘ભારત બ્રાન્ડ’ ઉત્પાદન વેચાણકેન્દ્ર ‘ગ્રામલક્ષ્મી હાટ’નો સુરતનાં જહાંગીરપુરા ખાતે શુભારંભ

Contact News Publisher

મહાનુભાવોનાં હસ્તે ‘ગ્રામલક્ષ્મી હાટ’ની પ્રોડક્ટસ વિરતણનાં રથોનું ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરતનાં જહાંગીરપુરા ખાતે NCCF પ્રમાણિત અને સખીમંડળની બહેનો દ્વારા સંચાલિત સુરત જિલ્લાનાં પ્રથમ ‘ભારત બ્રાન્ડ’ ઉત્પાદક વેચાણ ‘ગ્રામલક્ષ્મી હાટ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે NCUI નાં મનીષ કાપડિયા, NCCF નાં બિનીત શાહ અને અરવિંદકુમાર મિશ્રા, NRLM નાં APM અંકિતાબેન ગજેરા, INDIAGRO નાં ડિરેક્ટર માનસિંહભાઈ લાખાણી, હિમાંશુ ચૌહાણ, કુબેરજી ટેક પ્રા.લિ.નાં CEO પુનિતભાઈ ગજેરા, અગ્રણીઓ સહિત સ્વસહાય જૂથ (SHG)ની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ‘ગ્રામલક્ષ્મી હાટ’ થકી ‘ભારત બ્રાન્ડ’નાં ઉત્પાદનોનાં વિતરણ માટેનાં રથોનું મહાનુભાવોનાં હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે ભારત બ્રાન્ડનાં રાઈસનું લોન્ચિંગ કરાયું હતું, જે હવે ગ્રામલક્ષ્મી હાટમાં ઉપલબ્ધ બનશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) અંતર્ગત બે સહકારી સમિતિઓ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.(NAFED) અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા (NCCF) પ્રમાણિત અને કુબેરજી ટેક પ્રા.લિ. નાં શુભ સંકલ્પ થકી સંચાલિત સખી મંડળની બહેનો દ્વારા ગ્રામલક્ષ્મી હાટનું સંચાલન કરવામાં આવશે.
ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામનાં સંસ્કૃતિ સખી મંડળનાં પ્રમુખ સેજલ દેસાઈનાં નેજા હેઠળ ગ્રામલક્ષ્મી હાટ અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ગ્રામલક્ષ્મી હાટથી 20 જેટલાં ગ્રામહાટનાં સ્થળે માલ સપ્લાય કરવામાં આવશે, જેનાં પગલે સખી મંડળની બહેનોને રોજગારી મળી રહેશે. સુરત જિલ્લાની ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ‘ગ્રામલક્ષ્મી હાટ’ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળ, ઘઉંનો લોટ, ચોખા, મગ અને મગની દાળ જેવી આવશ્યક અને પૌષ્ટિક વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
નોંધનીય છે કે કુબેરજી ટેક પ્રા.લિ. ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને સમુદાયોનાં ઉત્થાન માટેની પહેલોમાં સક્રિયપણે ભાગ લેવાનાં તેના મિશન પ્રત્યે સમર્પિત છે. જેનાં સહયોગથી સરકાર દ્વારા ‘ગ્રામલક્ષ્મી હાટ’ થકી ખેતરથી રસોડા સુધી નજીવા દરે ગુણવત્તાયુક્ત-પોષણક્ષમ ખેત ઉત્પાદન પ્રોડક્ટ્સ મળી રહેશે. જેમાં ગામનાં દરેક પરિવારો સુધી ગ્રામલક્ષ્મી હાટની પ્રોડક્ટસનું સખી મંડળની બહેનો ઘરબેઠા વેચાણ કરીને રોજગારી મેળવી શકશે. આમ, ગ્રામલક્ષ્મી હાટ થકી બહેનોને આજીવિકા સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને પ્રશિક્ષણ અને સહાય આપીને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીનાં સ્વપ્ન સમાન ‘લખપતિ દીદી’ બનવાનું સપનું ચરિતાર્થ થઈ રહ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other