જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા – તાપી દ્વારા આયુષ મેડિકલ વાનનો શુભારંભ

Contact News Publisher

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત મહાનુભાવોના વરદ હસ્તે લીલી ઝંડી આપી આયુષ મોબાઈલ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૫: તાપી જિલ્લામાં ઘર આંગણે આયુષની સુવિધાઓ આપવા પ્રથમ વાર આયુષ મેડિકલ મેડિકલ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર દ્વારા આયુષને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત કારોબારી અધ્યક્ષશ્રી નીતિનભાઈ ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવા, આર.સી.એચ. ઓ શ્રી તાપી, ક્યુ.એ.એમ.ઓ. ડૉ. કે. ટી. ચૌધરી, હિસાબી અધિકારીશ્રી તાપી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તાપી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. જયશ્રીબેન ચૌધરી, અન્ય મેડિકલ ઓફિસર તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી આયુષ મોબાઈલ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *